વડાલી નગરમાં આવેલ શેઠ સીજે હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સાબરકાંઠા દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો કલા મહા કુંભ 2023- 24 વડાલી નગર ખાતે આવેલ શેઠ સી જે હાઇસ્કુલ ખાતે યોજાયો
જેમાં સાબરકાંઠાના અંદાજિત 1,400 થી વધુ સ્પર્ધકોએ ગાયન વાદન ભરતનાટ્યમ એક પાત્રીય અભિનય સર્જનાત્મક કલાકારીગરી લોકગીત અને ભજન જેવી જુદી જુદી 23 જેટલી ઇવેન્ટમાં ભાગ લીધેલ હતો
આ સ્પર્ધાના વિજેતા કલાકારોને રાજ્ય સરકાર દ્વારા પુરસ્કાર આપવામાં આવશે જેમાં પ્રથમ ક્રમે આવેલ કલાકારને એક હજાર હજાર દ્વિતીય ક્રમે આવેલ કલાકારને 750 રૂપિયા અને તૃતીય ક્રમે આવેલ કલાકારને ₹500 નું પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવશે
જિલ્લા કક્ષાના તમામ વિજેતા કલાકારો પ્રદેશ કક્ષાએ ભાગ લેશે આ કાર્યક્રમમાં વડાલી કેળવણી મંડળના પ્રમુખ શ્રી તખતસિંહ હડિયોલ શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ચંપાવત અને સમગ્ર સ્ટાફ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો આ સમગ્ર કલા મહાકુંભ સ્પર્ધાના કન્વીનર શેઠ સીજે હાઇસ્કુલ વડાલીના શિક્ષક શ્રી અલ્પેશ બી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891