Monday, November 25, 2024

આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા દ્વારા કરવામાં આવી

આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા દ્વારા કરવામાં આવી .

 

પાટણ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતન પ્રજાપતિની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી.

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામ ખાતે આવેલ પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા ના બાળકો તેમજ શિક્ષકો દ્વારા આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી પાટણ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતન પ્રજાપતિ ની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળા ના બાળકો દ્વારા નાટક તેમજ અભિનંદન સાથે ઉજવણી કરી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન કેતન પ્રજાપતિ દ્વારા બાળ સુરક્ષા વિષય ઉપર ઉદબોધન અને માર્ગદર્શનમા બાળ લગ્ન પ્રતિબંધ કાયદો તેમજ જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા કાયદા હેઠળ શુ કાર્યવાહી કરી શકાય, દિકરીઓ ઉપર એકલતા નો લાભ લઇ કોઈ હેરાન પરેશાન કે બળ જબરી કરે તો દીકરીઓ ને તેમજ બહેનોને પોતાના બચાવવા માટે જાતે શુ કરવું તે બાબતે તેમજ બાળ કલ્યાણ કારી વીવીધ યોજનાકીય ખૂબજ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ મિતલબેન પરીખ સી.આર.પી. સરસ્વતી તાલુકા દ્વારા બાળકોને આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત પાટણ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતન પ્રજાપતિ, વામૈયાના વતની અને પાટણ જિલ્લા સમસ્યા મંચ (સુચિત) ના સંયોજક શૈલેષ નાયી (પત્રકાર) વામૈયા ગામના સરપંચ દલાજી પ્રતાપજી પરમાર, વામૈયા તાલુકા પંચાયત ના ડેલીકેટ વિજયસિંહ કાનાજી પરમાર, ડેપ્યુટી સરપંચ રધુસિહ ગલાજી પરમાર, ડેરીના મંત્રી ભરતસિંહ ગેનાજી પરમાર, શાળાના આચાર્ય દિલીપભાઈ પ્રજાપતિ, તેમજ શાળા શિક્ષકો સ્ટાફ અને બાળકો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિલ્પાબેન જી પટેલ દ્વારા કરવામાં આવેલ હતો.

અહેવાલ, ઇમરાન મેમણ પાટણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores