આગામી ૧૦ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનશ્રી ની વર્ચુઅલ ઉપસ્થિતિમાં આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે
જિલ્લામાં હિંમતનગર, ઇડર, તલોદ અને ખેડબ્રહ્મા ખાતે કાર્યક્રમ યોજાશે
રાજ્ય સરકાર શ્રી ના નેતૃત્વ હેઠળ આગામી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ વડાપ્રધાન શ્રી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), હળપતિ આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લાઓનાં અંદાજીત ૧,૨૭,૦૦૦ આવાસોના ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાનાર છે.
જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ૪ વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ યોજનાઓના આવાસોનું લોકાપર્ણ કાર્યક્રમ યોજાશે.
હિંમતનગર વિધાનસભા નો કાર્યક્રમ – APMC – માર્કેટ યાર્ડ, હિંમતનગર
ઇડર વિધાનસભા નો કાર્યક્રમ – APMC માર્કેટ યાર્ડ- સાપાવાડા , ઇડર
પ્રાંતિજ વિધાનસભા નો કાર્યક્રમ – તલોદમાં ઉમિયાવાડી સલાટપુર અને
ખેડબ્રહ્મા વિધાનસભા નો કાર્યક્રમ – આરડેકતા કોલેજ, ખેડબ્રહ્મા ખાતે યોજાશે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







 Total Users : 145138
 Views Today : 