વડાલી નગરની શ્રી બી જી શાસ્ત્રી હાઇસ્કુલ માં માતૃ પિતૃ વંદના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
વડાલી નગરમાં આજરોજ 14 -2 -2024 ના રોજ બીજી શાસ્ત્રી હાઇસ્કૂલમાં માતૃ પિતૃ વંદન કાર્યક્રમ તેમજ પુલવામાં શહીદ થયેલ વીર સૈનિકોની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેમ જ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત કરવામાં આવ્યું હતું
આજના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એશિયન કોલેજ કેમ્પસ ના ડાયરેક્ટર ડૉ મિતેશ પટેલ સાહેબ અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પટેલ (ભગત )સાહેબ તથા વડાલી અંતિમધામના સ્વયંસેવક શ્રી લક્ષ્મણસિંહ બાપુ સાહેબ મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા જેઓએ પોતાની આગવી શૈલીથી વિદ્યાર્થીને પ્રોત્સાહિત કર્યા હતા
શાળામાં ઉપસ્થિત વાલીગણ માતા-પિતાનું શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રથમ પૂજન કર્યું હતું અને કુમકુમ તિલક કરી હાથમાં દોરો બાંધી ને વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું
મુખ્ય મહેમાન એવા ડૉ મિતેશ પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને માતા-પિતા વિશે સુંદર વક્તવ્ય આપ્યું હતું તેમજ માતા પિતાને ભગવાન માનવાના તેમજ તેમની સેવા કરવાની વગેરે જેવી બાબતો ઉપર ધ્યાન દોર્યું હતું
ઉપસ્થિત મહેમાન એવા લક્ષ્મણસિંહ બાપુ દ્વારા પણ વિદ્યાર્થીઓને સરસ મજાની વાર્તા કહીને એક અલગ જ અંદાજમાં એમને પ્રભાવિત કરી નાખી તે રીતે વક્તવ્ય આપ્યું હતું
શાળાના આચાર્ય ડૉ હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા પણ ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોને પણ સાવચેથી રાખવા બાબત વક્તવ્ય રજૂ કર્યું હતું
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના પ્રાથમિક શિક્ષક શ્રી સંદીપભાઈ ગોર સાહેબે કર્યું હતું
કાર્યક્રમની આભાર વિધિ શ્રી રમેશભાઈ પ્રજાપતિ સાહેબે કરી હતી કાર્યક્રમના અંતમાં પુલવા ના હુમલામાં શહીદ થયેલ વીર સૈનિકોને માનમાં બે મિનિટનું મૌન પાડી તેમને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી
કાર્યક્રમના અંતમાં શ્રી બી.જી શાસ્ત્રી હાઈસ્કૂલના આચાર્યશ્રી ડૉ હસમુખભાઈ પટેલ સાહેબે સમગ્ર સ્ટાફને કાર્યક્રમને સફળ બનાવવા બદલ શુભેચ્છા પાઠવી હતી અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891