•ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં દીકરીઓ માટે સ્વરક્ષણ તાલીમનું આયોજન થયું
•બહેનોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે
•આજથી શરૂ થતી થયેલ તાલીમમાં વિદ્યાર્થીનીઓએ સ્વ-રક્ષણ અંતર્ગત જુડો-કરાટેના દાવ, સ્ટંટ અને સ્વ-બચાવની વિવિધ ટેકનિક્સ શીખવવામાં આવશે – ટ્રેનર નિરાલી પટેલ
પાટણ. સરસ્વતી તાલુકાની ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં આજથી ધોરણ છ થી આઠ માં અભ્યાસ કરતી તમામ દીકરીઓ માટે સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દીકરીઓને આત્મરક્ષાના ભાગરૂપે વિવિધ બચાવની ટેક્નિક શીખવવામાં આવશે. આજથી શરૂ થયેલી આ તાલીમમાં બેઝિક સ્વરક્ષણના દાવ અને ટેકનિક શીખવવામાં આવી હતી. ટ્રેનર નિરાલી પટેલે જણાવ્યું હતું કે અમુક પરિસ્થિતિમાં શાળામાં ભણતી દીકરીઓ મુશ્કેલીની પરિસ્થિતિમાં આવી જતી હોય છે ત્યારે તે પરિસ્થિતિનો સામનો કરવા માટે સ્વ રક્ષણની તાલીમ પામેલ દિકરીઓ પોતાનો બચાવ આસાનીથી કરી શકે છે જે અંતર્ગત આજથી ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં સ્વ રક્ષણ તાલીમની શરૂઆત કરવામાં આવી છે જેમાં શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોનો સંપૂર્ણ સાથ સહકાર જોવા મળ્યો છે તેમ એમને જણાવ્યું હતું. આચાર્ય શૈલેષભાઈ સુથારે જણાવ્યું કે આ પ્રકારની તાલીમનું આયોજન જે શાળામાં અભ્યાસ કરીને દીકરીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે શાળાના શિક્ષક શ્રી નિલેશ શ્રીમાળીએ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓને જુડો અને કરાટે નું જ્ઞાન એ ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી છે તેમાં શંકાને સ્થાન નથી. સ્વરક્ષણ તાલીમ મેળવીને શાળામાં અભ્યાસ કરતી દીકરીઓએ રાજીપો વક્ત કર્યો હતો.
અહેવાલ.ઇમરાન મેમણ પાટણ