મહા મતદાન ના કાર્યક્રમ ને સફળ બનાવવા સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ ની કારોબારી ની બેઠક યોજાઈ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ઓલ્ડ પેન્શન અને પડતર પ્રશ્નો માટે 6 માર્ચ 2024 ના દિવસે પેન ડાઉન. ચોક ડાઉન. તેમજ ઓન લાઇન કામગીરીનો બહિષ્કાર તેમજ મતદાન કાર્યક્રમ આપેલ છે. તેનું માઈક્રો પ્લાનિંગ કરવા માટે આજરોજ સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ ની ખૂબ જ અગત્યની મિટિંગ શ્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ ના અધ્યક્ષ સ્થાને મળી. જેમાં શ્રી મિતેશભાઈ ભટ્ટ મહામંત્રી પ્રાંત ટિમ તથા તમામ તાલુકા ના તમામ હોદ્દેદારશ્રી ઓ તેમજ NPS માં સામેલ શિક્ષક ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891