શ્રીમતી એમ.જે.મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર દિયોલી ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા.
શ્રીમતી એમ.જે.મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલીમાં ધોરણ૧૦ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ, તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ તથા વય નિવૃત્તિ સન્માન સમારોહ ગામની પટેલ સમાજ વાડીમાં યોજાઈ ગયો. જેમાં શ્રીમતી એમ.જે.મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલીના આચાર્યશ્રી રમણભાઈ બી. પટેલ સાહેબ અને શિક્ષકશ્રી રઘજીભાઈ એસ. પટેલ સાહેબની વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

શાળા બહારની વિવિધ સ્પર્ધાઓ જેવી કે ખેલમહાકુંભ ૨૦૨૩-૨૪માં ચેસ, બરછી, દોડ, વૉલીબોલમાં તાલુકા, જિલ્લા કક્ષાએ વિજેતા, કલામહોત્સવ, કલા મહાકુંભમાં ગઝલ શાયરી, કાવ્ય લેખનમાં જિલ્લા કક્ષાએ વિજેતા થનાર વિદ્યાર્થીઓનો તેમજ ગત વર્ષ ૨૨-૨૦૨૩માં બોર્ડમાં ૧ થી ૩, તેમજ ધોરણ ૯માં ૧ થી ૩ તેમજ બહેનોમાં પ્રથમ આવનાર તેમજ શાળા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ ને શાળા બહારની વિવિધ પરીક્ષાઓમાં ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ યોજાયો. આ સમારંભના અધ્યક્ષ પ. પૂ મહંત શ્રી મંગલપૂરી મહારાજ (દેવદરબાર રામેશ્વર આશ્રમ,ગંભીરપૂરા), મહેમાનશ્રીઓ ધીરુભાઈ લાલજીભાઈ પટેલ(કાનપુર) મહાલક્ષ્મી જીન, પંજાબસિંહ ચૌહાણ (ગઢિયા વસાહત), શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અશ્વિનભાઈ પટેલ (દલજીતપૂરા) ઉસ્તવ ટાઈલ્સ, હિંમતનગર, શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી કે. એમ. દવે સાહેબ તથા દિયોલી ગામની વિવિધ સરકારી અને સહકારી સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ, નિવૃત્ત થનારા સાહેબશ્રીઓના પરિવારજનો, આજુબાજુની શાળાના આચાર્યશ્રીઓ, આસપાસના ગામના ગ્રામજનો અને વાલીઓ, નવચેતન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા હોદ્દેદારશ્રીઓ તથા ગામના આગેવાનો, ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગામના યુવાનોનો સંપૂર્ણ સહકાર ઉડીને આંખે વળગે તેમ હતો.
આ કાર્યક્રમમાં મહેમાનશ્રીઓનો સ્વાગત પરિચય શાળાના ઇન્ચાર્જ આચાર્ય અને કવિ શ્રી સંદીપભાઈ પટેલ “કસક”, શાળાનો વાર્ષિક અહેવાલ અને નિવૃત્ત થનાર સાહેબશ્રીઓના સન્માનપત્રનું વાંચન શાળાના ક્લાર્ક ગીરીશભાઈ પટેલ, આભારવિધિ શિક્ષિકા ખુશ્બુબેન રાવલ, કાર્યક્રમના ફોટો અને વિડિયો શૂટિંગ ગામના અશોકભાઇ પટેલે કર્યું. કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક જે.જે.દેસાઈ સાહેબે કર્યું હતું.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 152496
Views Today : 