મોબાઈલ ટાવર ની 14 બેટરીઓની ચોરીનો ભેદ ઉકેલવામાં વડાલી પોલીસને સફળતા મળી
પ્રાપ્ત વિગત અનુસાર વડાલી તાલુકામાં મોબાઈલ ટાવરો ની બેટરીઓ ની ચોરીઓની ફરિયાદો વધી ગઈ હતી જેને લઈને વડાલી પોલીસ બેટરી ચોરોની શોધમાં હતી ત્યારે બાતમી મળતાં ડોભાડા ચોકડી બાજુ પેટ્રોલિંગ કરતા બાતમીના આધારે ગાડીઓનું ચેકિંગ કરતા હતા ત્યારે શંકાશીલ શકશો ની ગાડી ઉભી રખાવીને તપાસ કરતા મોબાઇલની 14 વાદળી કલરની બેટરીઓ પ્લાસ્ટિકની બેગમાં દેખાય હતી જેને લઈને ગુનેગાર નામે નગીનભાઈ કચરાજી ઠાકરડા અને શૈલેષભાઈ ઈશ્વરજી ઠાકરડા રહેવાસી હઠોજ કિશનપુરા દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારના પુરાવાઓ ન આપતા પૂછપરછમાં ચોરીની બેટરીઓ હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને વડાલી પી એસ આઈ શ્રી જે એમ રબારી સાહેબ તથા તેમની ટીમ માં કોન્સ્ટેબલ હરેશભાઈ શૈલેષભાઈ દોલતભાઈ અને કિર્તીભાઈ દ્વારા આરોપીને પકડીને 70 હજારના મુદ્દામાલ સાથે ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 164783
Views Today : 