Sunday, December 22, 2024

અમીરગઢ પોલીસે ઈકબાલગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિરની ધર્મશાળામાં જુગાર રમી રહેલા કેટલાક ઈસમોને ઝડપી પાડ્યા હતા.

*અમીરગઢ પોલીસે ઈકબાલગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિરની ધર્મશાળામાં જુગાર રમી રહેલા કેટલાક ઈસમોને ઝડપી પાડ્યા હતા* મળતી માહિતી મુજબ પોલીસે બાતમી હકીકતના આધારે વિશ્વેશ્વર મહાદેવના મંદિર ધર્મશાળામાં દરોડા પાડી જુગાર રમતા 17 જેટલા ઈસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. તેમજ પોલીસે 17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ કરી છે.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસે જુગાર રમતા ઈસમોને ઝડપી પાડ્યા છે. અમીરગઢ પોલીસ સ્ટેશનમાં આવેલ ઈકબાલગઢ આઉટ પોસ્ટ પર રહેલ પોલીસ કર્મીઓને બાતમી મળેલી કે વિશ્વેશ્વર મહાદેવ મંદિર ધર્મશાળામાં કેટલા ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે, પોલીસે બાતમી આધારે વિશ્વેશ્વર ધરમશાળા રેડ પાડતા 17 જેટલા ઇસમો ભેગા મળીને જુગાર રમતા ઝડપાઈ આવ્યા હતા. પોલીસે રોકડ રકમ 2,53,660 તેમજ કુલ મુદ્દામાલ 17,46,660 રૂપિયાનો કબજે કરી 17 ઈસમો વિરુદ્ધ અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે જુગાર રમતા પકડાયેલ ઈસમોના નામ જોઈએ તો, 01 સુરેશભાઈ સોમાભાઈ પટેલ રહે, નોબેલ હોમ ઊંઝા, 02 અરવિંદભાઈ જેઠાભાઈ પટેલ રહે, શંકરપુર ઊંઝા. 03 રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ રહે, ફાર્મસી પાછળ ઊંઝા, 04 કનુભાઈ શિવાભાઈ પટેલ રહે, પંચવટી સોસાયટી પૂનમ કોમ્પલેક્ષ ની બાજુમાં ઊંઝા, 05 સેધાજી બાબુજી ઠાકોર રહે, મકતુપુર ઊંઝા, 06 હરેશભાઈ વસંતભાઈ પટેલ રહે, નોબેલ આર્કેડ 80 ફુટ રીંગ રોડ ઊંઝા, 07 દિનેશભાઈ કાંતિલાલ પટેલ રહે, પાલડીયા નો મઢ સતા હોલ ઊંઝા, 08 હર્ષદભાઈ અમરતલાલ પટેલ રહે, સરદાર સોસાયટી ઊંઝા, 09 ગોવિંદભાઈ અંબાલાલ પટેલ રહે, રાધાકૃષ્ણ મંદિર સ્ટેશન રોડ ઊંઝા, 10 અશ્વિનભાઈ રમણલાલ પટેલ રહે, જી એલ પટેલ હાઇસ્કુલ પાસે રામપુરા વિસ્તાર ઉંઝા, 11 પંકજભાઈ કાંતિભાઈ પટેલ રહે, આંખની હોસ્પિટલ પાછળ ગોલ્ડન ચોકડી ઊંઝા, 12 ભરતભાઈ ભગવાનભાઈ પટેલ રહે, ચંદન પાર્ક સોસાયટી વિસનગર રોડ ઊંઝા, 13 જયેશભાઈ બાબુલાલ પટેલ રહે, જગદીશ નગર સોસાયટી ઊંઝા, 14 કાંતિભાઈ હરગોવનભાઈ પટેલ રહે, આદર્શ નગર વિસનગર રોડ ઊંઝા, 15 રમેશભાઈ જોઇતાભાઇ પટેલ રહે, બીકે પાર્ક સોસાયટી બિલેશ્વર ચોકડીઊંઝા, 16 સંજય કુમાર બાબુભાઈ પ્રજાપતિ રહે, ગુરુ મહારાજ મંદિર પાસે ઊંઝા તેમજ 17 મગનભાઈ ભગવાનભાઈ પટેલ રહે, પંચવટી સોસાયટી પૂનમ કોમ્પલેક્ષ પાછળ ઊંઝાનો સમાવેશ થાય છે…….

અલ્તાફ મેમણ બનાસકાંઠા*

એક ભારત ન્યૂઝ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores