Wednesday, October 23, 2024

વડાલી માંથી શાદ મોબાઈલની દુકાનમાંથી 11.69 લાખના મુદ્દા માલ ચોરી જનારા રાજ્ય બહારના બે આરોપીઓને સાબરકાંઠા LCB એ ઝડપી પાડ્યા

વડાલી માંથી શાદ મોબાઈલની દુકાનમાંથી 11.69 લાખના મુદ્દા માલ ચોરી જનારા રાજ્ય બહારના બે આરોપીઓને સાબરકાંઠા LCB એ ઝડપી પાડ્યા

 

LCB એ 6 મોબાઈલ સહિત 1.56 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો

 

વડાલી નગરમાં શાદ મોબાઇલની દુકાનમાં બે મહિના અગાઉ ચોરી કરનાર રાજ્ય બહારના આરોપીઓને સાબરકાંઠા LCB એ બે આરોપીને 1,56,856 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા

તારીખ 16 ,17 ,2024 ના રાત્રીના સમયે વડાલીમાં મોબાઇલની દુકાનમાં ચોરી થયેલ જે અંગે વડાલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ જે ગુન્હાના કામે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ફરિયાદીશ્રીની મોબાઇલ શોપના શટલ તોડી ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો અને જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન નંગ 72 કિંમત 11,64,141 તથા DVR એક નંગ આશરે કિંમત 5000 મળી કુલ કિંમત 11,69,141 ના મુદ્દા માલની ચોરી નો ગુનો નોંધાયો હતો

 

આ ગુનાના કામે LCB એ ટીમ બનાવી વિઝીટ કરી હ્યુમન તથા ટેકનિકલ સર્વિસ તેમજ icjs પોર્ટલ ના આધારે તપાસમાં હતા તે દરમિયાન ટેકનિકલ સર્વીલન્સ તથા તમામ હકીકતના આધારે વડાલી પોલીસ સ્ટેશનમાં મોબાઇલની દુકાનમાં ચોરી કરનાર શંકાસ્પદ ઇસમ શાહરૂખ શાહબુદ્દીન સલમાની રહે અસોડા હાપુર અને હાલમાં રમજાન માસ માટેના વતન હાપુડ ખાતે આવેલ હોય જે હકીકતના આધારે તેમના માણસોએ જગ્યાએ તપાસ કરતા શાહરૂખ ઉર્ફે કિંગ ખાન શાહબુદ્દીન મસીતા સલમાની અહેસાનગર ડીસા ભૂત વાલી ઉતર પ્રદેશનો મળી આવતા પૂછપરછ કરતા આ ચોરી તેણે અને તેના મિત્ર નિશાર અહેમદ ઉર્ફે સમશીલ મુસ્તકીમ કુરબાન શેખ ખજુરી ખાસ 94 દિલ્હી થાણા પલાળવા જિલ્લા મોતીહારી ચંપારણ બિહારના બંને ભેગા મળીને ચોરી કરેલ હોવાનું કબુલ્યું હતું આ ઝડપાયેલા બંને પાસેથી મોબાઇલ ફોન નંગ છો કિંમત ₹1,44,456 તથા રોકડ રકમ રૂપિયા 12,300 મળી કુલ ₹1,56,856 મુદ્દા માલ કબજે કરી તપાસ હાથ ધરવામાં આવી

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores