નાસતા ફરતા આરોપીને ખેડવા ચેકપોસ્ટ વાહન ચેકિંગ દરમિયાન પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ
ખેડબ્રહ્મામાં પાંચ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં ખેડબ્રહ્મા પોલીસની સફળતા મળી
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના લુટ ધાડ ના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસ્તા ફરતા આરોપીને ખેડવા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન ખેડબ્રહ્મા નગરની પોલીસે ઝડપી પાડ્યો હતો
નાયબ પોલીસ મહાન નિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તેમજ સાબરકાંઠા પોલીસ અધિક્ષક વિજય પટેલ વિભાગીય પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ ઇડર વિભાગ સરકાર પોલીસ ઇન્સ્પેક્ટર ડી એન સાધુ ખેડબ્રહ્મા સર્કલ માર્ગદર્શન હેઠળ લોકસભા ચૂંટણી 2024 ના અનુસંધાને નાસતા ફરતા આરોપીને પકડવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી જે અન્વયે ખેડબ્રહ્મા પી એસ આઇ એ વી જોશી તથા તેમનો સ્ટાફ કાર્યશીલ હતા
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો ખેડવા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન રાજસ્થાન મામેર તરફથી એક ઇકો ગાડી આવતા તેમાં એક શખ્સ પર લાગતા તેનું ચેકિંગ હાથ ધરી નામ સરનામું પૂછતા કાંતિભાઈ સાઈબાભાઇ પારઘી રહેવાસી પોણાઈ આંબલી ફળિયુ તાલુકો ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા હોવાનું જણાવતા જેનું નામ પોકેટ કોર્પમાં સર્ચ કરી ચકાસતા ગુનામાં ફરતા છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો હોય તેની વધુ પૂછપરછ કરી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
આમ છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં ખેડબ્રહ્મા પોલીસની સફળતા મળી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891