વડાલી નગરની મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ થઈ
વડાલીના સગરવાસ માં આવેલ સમાજવાડી નજીકમાં બપોરે બનાવ બન્યો
વડાલીમાં સગરવાસ સમાજવાડી પાસે સોમવારે બપોરે બાઈક પર આવેલા બે ઈસમોએ મહિલાના ગળા માંથી 1.10 લાખ રૂપિયાનો સોનાનો દોરો લુટીને ફરાર થઈ ગયા. ત્યારબાદ વડાલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી
પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ વડાલીના મહાકાલી મંદિર ની સામે શ્રીરામ બંગ્લોઝમાં રહેતા સગર નાથીબેન ઈશ્વરભાઈ તેમના જુના ઘરે સાફ-સફાઈ કામ અર્થે નવા ઘર તરફ ચાલીને બપોરે 1:30 કલાકે જઈ રહ્યા હતા તે દરમિયાન સગર સમાજ વાડી પાસે નગરપાલિકા વાળા રોડથી કાળા કલરની બાઈક પર બે ઈસમો આવી રહ્યા હતા
તેમાંથી પાછળ બેઠેલા ઈસમે નાથીબેનના ગળામાંથી બે તોલાની સોનાની ચેન કિંમત 1.10 લાખ છીનવી ફરાર થઈ જતા વડાલી પોલીસ સ્ટેશનમાં સગર નાથીબેને બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી બે ચેન સ્નેચારો ના કારસ્તાનથી શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891