ઈડર અને વડાલીમાં પીવાના પાણીનો પુરવઠો બે દિવસ બંધ રહેવા જાહેર નોટીસ
ધરોઇ મુખ્ય બંધ કચેરી ધ્વારા ધરોઇ જળાશયની આજુ-બાજુના વિસ્તાંરમાં વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ વિકસાવવાનું આયોજન હાથ ધરેલ છે, જેમાં ધરોઈ રીઝન ડેવલોપમેન્ટ અંતર્ગત આ કચેરી હસ્તક નાંખવામાં આવેલ પીવાના પાણીની પાઇપ-લાઇન (૧) ઇડર-વડાલી-ખેડબ્રહ્મા શહેરી પાણી પુરવઠા યોજનાની – ૮૧૩ મીમી વ્યાસની એમ.એસ. પાઈપ લાઇન (૨) મીસીંગ લીન્ક – ૪ જુથ પાણી પુરવઠા યોજનાની – ૫૦૮ મીમી વ્યાસની એમ.એસ. પાઇપ લાઇનની શીફટીંગ કરવાની થતી હોઈ તા.૧૯/૦૪/૨૦૨૪ અને તા.૨૦/૦૪/૨૦૨૪ એમ ૦૨ (બે) દિવસ માટે ધરોઈ ઇન્ટેક-વેલથી શટ-ડાઉન કરવાનું થાય છે. જેથી સાબરકાંઠા જીલ્લાઈના ઈડર અને વડાલી તાલુકાની પાણી પુરવઠાની જુદી-જુદી યોજનાઓ હેઠળ સામવિષ્ટએ કુલ ૮૮ ગામ, ૯૧ પરા અને ૦૩ શહેરોમાં પીવાના પાણીનો પુરવઠો ૦૨ (બે) દિવસ સુધી આપી શકાય તેમ નથી. આ કામગીરી જનહિતમાં કરવાની થતી હોઇ સાથ-સહકારની અપેક્ષા સાથે પ્રજાજનોને વિનંતી છે. ગ્રામ્ય પાણી પુરવઠા યોજનામા પીવાના પાણીની સમસ્યા અર્થે ટોલ ફ્રી નં. ૧૯૧૬ ઉપર સંપર્ક કરવા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891