Monday, April 7, 2025

લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજસ્થાનથી રાજકોટ દારૂની હેરાફેરી કરતા 5 શખ્સો ઝડપાયા છે

લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજસ્થાનથી રાજકોટ દારૂની હેરાફેરી કરતા 5 શખ્સો ઝડપાયા છે. ગાડીમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા 5 શખ્સો સહિત કુલ 3.89 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

લોકસભાની ચૂંટણીને લઇ બનાસકાંઠા જિલ્લા પોલીસ આદર્શ આચારસંહિતાના અમલ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે જે અંતર્ગત જિલ્લા એલસીબીની ટીમ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી તે સમયે રાજસ્થાનથી દારૂ ભરીને એક ગાડી ગુજરાતમા પ્રવેશી હોવાની માહિતી મળી હતી જેથી એલસીબીની ટીમે ડીસા પાસે વોચ ગોઠવી હતી અને રાજસ્થાન તરફથી આવી રહેલી એક શંકાસ્પદ ઝાયલો ગાડીને થોભાવી તલાસી લેતા તેમાં ચોર ખાનું બનાવીને દારૂ સંતાડેલો મળી આવ્યો હતો.

જેથી પોલીસે તરત જ દારૂના જથ્થા સહિત ગાડી કબ્જે લીધી હતી અને ગાડીમાં બેઠેલા અને રાજકોટના રહેવાસી રિયાઝ બસિરભાઈ સરવદી, વિશ્વાસ ઘનશ્યામભાઈ પઢારીયા, મેહુલ બાબુભાઈ કૂડેચા, કરણ કિશોરભાઈ સિંધવ અને મિત ઘનશ્યામભાઈ સોલંકી સહિત 5 શખ્સોની પણ અટકાયત કરી હતી. આ મામલે પોલીસે વધુ પૂછપરછ કરી સાંચોર બાડમેર રોડ પર આવેલી દુકાન પરથી દારૂ ભરાવનાર વિજય બોરિયા અને દુકાન પર બેઠેલ માણસ સહિત કુલ સાત લોકો સામે પ્રોહિબિષન એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો છે અને અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી તમામ મુદ્દામાલ ડીસા તાલુકા પોલીસને સોપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores