વડાલી નગરપાલિકા વોર્ડ નંબર 1 માં તૂટેલા ગટરના ઢાંકણા થી અકસ્માત થવાનો ભય
વડાલી નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં છેલ્લા ગણા સમયથી ગટરનુ ઢાંકણ તુટી જતાં રાહદારીઓ સહિત સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે આ બાબતે પાલિકામાં વારંવાર રજૂઆત કરવાં છતાં કોઈજ કામગિરી ન થતાં લોકોમા ભારે રોષ.
વડાલી નગરપાલિકા વિસ્તારમાં આવતાં સ્થાનિક રહેણાંક વિસ્તારના લોકો પાસેથી સમયસર વેરો વસૂલવામાં આવતો હોય છે જેમાં કેટલીક સુવિધાઓ પણ પૂરી પાડવાની જવાબદારી નગરપાલીકાની થતી હોય છે ત્યારે અહી જોવા જતા કંઇક પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે અને શહેરના વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકી અને ખૂલ્લી ગટરોના કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે અને પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી વાત કરીએ નગરપાલીકાના વોર્ડ નંબર 1 માં પ્રજાપતિ ફળિયા માંથી રોડની વચ્ચે ગંદા પાણીના નિકાલ માટેની ગટર લાઈન પસાર થાય છે જે ગટર લાઈનનું ઢાંકણ છેલ્લા ગણા સમયથી તુટી જવાથી કયારે રાહદારીઓના પગ ફસાઈ જાય છે તો ક્યારેક વાહન ચાલકોના પૈડા ફસાઈ જાય અને જેમા નાના બાળકોના પણ જીવ જોખમમાં મુકાયા છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે રહ્યો છે ગણા સમયથી ગટરના તૂટી ગયેલા ઢાંકણના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ બાબતે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ જ કામગીરી કરવામાં ન આવતા સ્થાનિક રહેણાંક વિસ્તારના લોકોનો પાલિકા સામે ભારો ભાર રોષ જોવા મળી રહ્યો છે જેથી પાલિકા દ્વારા સત્વરે ગટરોના તૂટી ગયેલ ઢાંકણ લગાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 152563
Views Today : 