અમિત જેઠવા હત્યા કેસમાં હાઇકોર્ટનો મોટો ચૂકાદો, દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો છૂટકારો
વર્ષ 2010માં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની અમદાવાદ હાઇકોર્ટ નજીક હત્યા થઇ હતી. ગુજરાત હાઈકોર્ટની સામે જ ગોળી મારીને હત્યા કરાઇ હતી
ભાજપ નેતા અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને આજે મોટી રાહત મળી છે, આજે હાઇકોર્ટમાં થયેલી સુનાવણીમાં દિનુ બોઘા સોલંકીને અમિત જેઠવા હત્યાકાંડ કેસ મામલે મોટી રાહત મળી છે. આ કેસમાં પકડાયેલા દિનુ બોધા સોલંકી સહિત તમામ આરોપીઓનો છૂટકારો થયો છે. ખાસ વાત છે કે, સત્યની શોધમાં તપાસ એજન્સી, પ્રૉસિક્યૂશન નિષ્ફળ રહ્યાંનો આજે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન મત નોંધાયો હતો.
આ કેસમાં કુલ 7 આરોપી છે. જેમાં આરોપી તરીકે શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણ, દિનુબોઘા સોલંકી છે. રિપોર્ટર – ધર્મેશ ચાવડા