વડાલી નગરમાં પોલીસ લાઈન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વડાલી નગરમાં આજરોજ તારીખ 01/07/ 2024 ની સોમવારના દિવસે વડાલી પોલીસ લાઈન ખાતે પોલીસ હાઉસિંગ બોર્ડ તથા વડાલી પોલીસ મથક દ્વારા 400 થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું
વૃક્ષો વાવવા અને તેને ઉછેરવા એ આપણી નૈતિક ફરજ છે દરેક વ્યક્તિએ ઘર આગળ અથવા ઓફિસના કમ્પાઉન્ડમાં એક એક વૃક્ષ વાવવું જોઈએ જેથી કરીને પર્યાવરણની પ્રકૃતિ બની રહે વૃક્ષારોપણ કરવાથી આપણને તાજી હવા મળે છે અને હવામાંથી ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં મળતું રહે છે

વૃક્ષારોપણના કાર્યક્રમમાં વડાલી પોલીસ સ્ટેશન નો સમગ્ર સ્ટાફ દ્વારા દરેકે વૃક્ષારોપણ કરીને અને તેનું જતન કરવાની કાળજી રાખવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી
વૃક્ષારોપણ કાર્યક્રમ માં વડાલી પોલીસ સ્ટેશન ના પી એસ આઈ શ્રી જે એમ રબારી સાહેબે વૃક્ષારોપણ કરીને અને તેની કાળજી રાખવાના શપથ લીધા હતા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 142562
Views Today : 