હિંમતનગર ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત “યુવા પહેલ ક્વિઝી” યોજાઇ
સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત યુવા પહેલ ક્વિઝ સ્ટારસીટી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.તરુણ -તરુણીઓ દેશનું ભવિષ્ય છે.સ્વસ્થ ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ( RKSK )નો મહામુલો ફાળો છે.
હિંમતનગર ખાતે યોજાયેલ ક્વિઝમાં સબસેન્ટર અને તાલુકા કક્ષાએ વિજેતા થયેલ બેસ્ટ ૨૪ પીઅર એજ્યુકેટરોને વિવિધ રમતો, સિકલસેલ એનિમિયા, માનસિક આરોગ્ય અને તરુણાવાસ્થાના આરોગ્ય જેવા રસપ્રદ અને જરૂરી વિષયો પર કવિઝ રમાડવામાં આવી હતી.10 થી 19 વર્ષના કિશોર -કિશોરીઓ તેમના વિસ્તારમાં મિત્રો, સહ પીઅર, શાળાના બાળકોને સ્વાસ્થ્યને લગતી બાબતો તેમજ પોષણ, એનિમિયા, માનસિક આરોગ્ય, જેવા વિષયો પર જાણકારી આપે છે.
આ કવીઝમાં પ્રથમ ક્રમે વિજયનગરની વણઝારા નિશા મુકેશભાઈ, બીજા ક્રમે વણઝારા માયાબેન જીતેન્દ્રભાઈ, ખેડબ્રહ્મા અને ત્રીજા ક્રમે પરમાર કિશનસિંહ કાળુસિંહ, હિંમતનગર વિજેતા થયા હતા.
આ કવિઝ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.રાજ સુતરીયા, જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસરશ્રી ડૉ. મલેક, પ્રાથમિક શાળાના જુદા જુદા તાલુકાના શિક્ષકમિત્રો સહિત આરોગ્ય શાખાના અધિકારી -કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891