Thursday, November 21, 2024

ઈડર તાલુકાના દિયોલી હાઈ.માં ધો ૧૦ માં પ્રથમ આવેલી વિદ્યાર્થિની અને વાલી દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો

ઈડર તાલુકાના દિયોલી હાઈ.માં ધો ૧૦ માં પ્રથમ આવેલી વિદ્યાર્થિની અને વાલી દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો

 

ઈડરની શ્રીમતી એમ.જે.મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલીમાં ૭૮મો સ્વાતંત્ર્યદિન ઉજવવામાં આવ્યો. દિયોલી ગામમાં ભારતમાતાની જય ઘોષ સાથે ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત, તથા પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કર્યા બાદ હાઇસ્કૂલમાં ધ્વજ વંદન.કરવામાં આવ્યું. દર વર્ષે ધોરણ ૧૦માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થી અને તેમના વાલી દ્વારા ધ્વજ લહેરાવવામાં આવે છે. આ વખતે પ્રથમ નંબરે શાળાની વિદ્યાર્થીની હિમાની અશોકભાઈ ચૌધરી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી સંદીપભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન સાથે “દેશમાં થઈ રહેલા વિકાસે જેમ હરણ ફાળ ભરી છે તેમ ગામનો પણ વિકાસ થાય ગામના નવ યુવાનો પોતાનો ખભે ખભો મિલાવીને ગામ અને ગામની સંસ્થાઓનો વિકાસ કરવામાં પોતાનો સિંહ ફાળો આપે” તેવી હાકલ કરી હતી. ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમો રજૂ થયાં. જેમાં સ્વાગત ગીત, દેશ ભક્તિ ગીત ઉપર ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહન આપવા માટે ગામમાંથી પધારેલા ગ્રામજનો દ્વારા ફૂલ નહીતો ફૂલની પાંખડી જેટલું દાન આપેલ જે ભાગ લેનાર દરેક બાળકોને દર વર્ષની જેમ પ્રોત્સાહક ઈનામ સ્વરૂપે આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો, ગામની વિવિધ સરકારી અને સહકારી સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ, દિયોલી પ્રાથમિક શાળાના આચાર્યા બેન શ્રી તથા શિક્ષકશ્રીઓ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, નવચેતન એજ્યુકેશન ટ્રસ્ટના હોદ્દેદારશ્રીઓ તેમજ શાળાના પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક જે.જે.દેસાઈ સાહેબ કર્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકશ્રી જગદીશભાઈ પટેલ, ક્લાર્ક ગીરીશભાઈ પટેલ તેમજ સેવક રમણભાઈ થુરી એ જહેમત ઉઠાવી હતી. દરેકનું મોં મીઠું કરાવીને આ આનંદના પર્વને હર્ષોલ્લાસ દ્વારા ઉજવવામાં આવ્યો

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores