હિંમતનગરમાં નવજીવન હોસ્પિટલ આગળથી થયેલ રોકડ રકમની ચોરીના ગુનાનો ભેદ હિંમતનગર બી ડિવિઝન પોલીસે ઉકેલ્યો
નાયબ પોલીસ મહાન નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ ના હોય એ સાબરકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરી તેમજ ચોરીઓના અનડિટેકટ ગુન્હા શોધી કાઢવા માટે સૂચના આપી હતી જે સંદર્ભે હિંમતનગર પોલીસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત કાર્યરત હતા
તારીખ 4/ 10 /2024 ના રોજ પોલીસ સ્ટાફના માણસો સાથે હિંમતનગર બી ડિવિઝન ગુનાના કામે કમાન્ડ કંટ્રોલના સીસીટીવી ફૂટેજ જોતા એક બંધ મોટરસાયકલ નંબર GJ 02 AK 8179 જણાઈ આવેલ જે મોટરસાયકલ નંબર પોકેટ કોર્ટમાં સર્ચ કરી મોટરસાયકલ ની તપાસમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ તપાસમાં હતા તે દરમિયાન ખાનગી રીતે બાદમી મળેલ એક ઈસમ લાલ કાળા કલરનું પેશન પ્રો મોટરસાયકલ નંબર GJ 02 AK 8179 નું લઈને મહેતાપુરા તરફથી ન્યાયમંદિર આવી રહ્યું છે જે આધારે મહેતાપુરા નદીના ઢાળ પાસે બાતમીવાળો શખ્સ આવતા જેને રોકી તેનું સરનામું પૂછતા યુસુફ મીયાભાઈ મિયા ઉર્ફે ભીખુ મિયા શેખ રહે મનસુરી સોસાયટી નગર હિંમતનગર જિલ્લો સાબરકાંઠા હોવાનું જણાવતા હોય જેની અંગ જડતી કરતા રોકડ રકમ ₹20,000 તેમજ બે મોબાઈલ ફોન મળી આવેલ અને ઈસમની યુક્તિ પ્રયુક્તિ થી પૂછપરછ કરતા દસેક દિવસ અગાઉ રોકડ રકમ હિંમતનગર નવજીવન હોસ્પિટલ આગળ રોડ ઉપરથી એક વૃદ્ધ માણસની નજર ચૂકવી ચોરી કરી હોવાનો જણાવતા જેથી કરીને કુલ રોકડ રકમ ₹20,000 તથા પેશન પ્રો મોટરસાયકલ ની કિંમત 15,000 તથા બે મોબાઈલ ફોન કિંમત 1000 ગણી તમામ મુદ્દામાં રૂપિયા 36,000 નું ગણી તપાસ કરી કબજી લઈ ગુન્હો નોધી આગળની કાર્યવાહી કરવામાં આવી આમ રોકડ રકમની ચોરીના ગુના નો ભેદ ઉકેલીએ ચોર ને મુદ્દા માલ સાથે પકડી હિંમતનગર બી ડિવિઝન પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી
ગુન્હા ના કામે રિકવર કરેલ મુદ્દા માલ..
રોકડ રકમ ₹20,000
પેસન પ્રો મોટરસાયકલ GJ 02 AK 8179 કિંમત 15000
બે મોબાઈલ ફોન કિંમત 1000 કુલ મુદ્દા માલ કિંમત ૩૬ હજાર
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891