હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના ગુના નો ભેદ ઉકેલી મુદ્દા માલ સાથે ચોર ઇસમોને પકડી પાડવામાં સફળતા મળી
નાયબ પોલીસ મહાન નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબનાઓએ સાબરકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુના અટકાવવા માટે તથા શોધી કાઢવા માટે સૂચના આપી હતી જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ કે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર ટી ઉદાવત તથા પોલીસ સ્ટાફના માણસો તે દિશામાં સતત વોચ રાખતા હતા
તારીખ 8/ 10/ 2024 ના રોજ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી ફૂટેજ આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલ વાહનોની તપાસ કરતા હતા તે દરમિયાન હેડ કોસ્ટેબલ જીગ્નેશ સુરેશભાઈ અને હિતેશભાઈ રમણભાઈ ને ખાનગી રાહે બાતમી મળતા કે બે ઈસમો ચોરીના મોટરસાયકલ સાથે મહેતાપુરા સર્કલ તરફથી ધાણધા ફાટક તરફ આવી રહેલ છે જે હકીકતને આધારે જાણતા ફાટક પાસે વોચમાં ઊભા રહ્યા હતા તે દરમિયાન બાતમી વાળા બે ઇસમો અલગ અલગ બાઇક લઈને આવતા હતા તો તેમને રોકી અને બંને ઈસમો પૈકી એક ઇસમનું નામ અને સરનામું પૂછતાં ગોપાલ સંઘ રણછોડજી પુરોહિત રહે ગાંભોઈ પોલીસ સ્ટેશન પાછળ તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા મૂળ રહે પચપદરા તાલુકો બાલોતરા જીલ્લો બાડમેર રાજસ્થાન હોવાનું જણાવતા હોય જેની પાસેની hero કંપનીનું splendor plus મોટરસાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર GJ 09 CV 1424 છે જે આધારે તપાસ કરી પોકેટ કોર્ટમાં સર્ચ કરતા મોટરસાયકલ બાબતે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ હોય તેમ જ બીજા ઈસમ નું નામ બંસીલાલ જેઠારામ ખત્રી રહે સંસ્કાર સોસાયટી હડિયોલ પુલ છાપરીયા હિંમતનગર જિલ્લો સાબરકાંઠા મૂળ રહે આરંભ તાલુકો શિવ જી. બાડમેર રાજસ્થાન હોવાનું જણાવતા હોય જેની પાસેની હીરો એચ એફ ડીલક્ષ મોટરસાયકલ જેનો નંબર GJ 31 BA 9252 છે જે બંને મોટરસાયકલ બાબતે બંને ઇસમોને યુક્તિ પ્રયુક્તિ થી પૂછતાછ કરતા પૈકી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ GJ 09 CV 1424 ની બે દિવસ અગાઉ હિંમતનગર ટાવર સર્કલ પાસે આવેલ શાક માર્કેટની ખુલ્લી જગ્યા માંથી બંને ભેગા મળી ચોરી કરી હોવાનું કબુલ કરતા હોય જે બંને મોટરસાયકલ તેમજ અંગાર ઝડતી માંથી મળી આવેલ મોબાઈલ નંગ બે મળી કુલ મુદ્દા માલ કિંમત 75,000 નો ગણી તપાસ કરી કબજે લઈ ગુન્હા ના કામે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી આમ મોટરસાયકલ ચોરીના ગુના નો ભેદ ઉકેલી ચોર ઈસમોને મુદ્દા માલ સાથે પકડી હિંમતનગર બી ડિવિઝન પોલીસે પ્રશંસનીય કામગીરી કરી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891