ઉના પોલીસમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ લાંચ કેસમા એસીબી ના ઝપટે
ગુનો નોંધી તપાસ હાથ ધરી બુટલેગર પાસેથી હપ્તા લેતો હોવાનો હતો આરોપ
ગીર ગઢડા પોલીસ સ્ટેશન ના તત્કાલીન અને હાલ ઉના પોલીસ માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગવિજયસિંહ વાંજા સામે દેશી દારૂ નાં ધંધાર્થી પાસે લાંચ માંગતા હોવાનો આરોપ હોય ત્રણેય વર્ષ પહેલાં એ સી બી દ્વારા ગીરગઢડા પોલીસ વિસ્તારમાં રેડ સમયે આરોપી પોલીસ કોન્સ્ટેબલ તેના શર્ટ ના ખિસ્સામાં રહેલ વોઇસ રેકોર્ડર લઈ નાશી છુટેલઅને એ સી બી નું વોઇસ રેકોર્ડર બાદ માં ગીર ગઢડા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ફેંકી ગયેલ જે તે સમયે પુરાવાનો નાશ કરવા કોશિશ કરેલ જે ગુન્હાની તપાસ ચલાવી રહેલ એ સી બી ને આરોપી વિરુદ્ધ પુરાવો સજ્જડ મળતાં વહેલી સવારે ઊઠાવી લેવાયો હતો અને સર્કીટ હાઉસ ખાતે પુછપરછ હાથ ધરીને તેની અટકાયત કરી લેવાતાં પોલીસ બેડા મા ખળભળાટ મચી ગયો છે . ગીર સોમનાથ એ.સી.બી.એ ગીર ગઢડા પો.સ્ટે.માં અગાઉ ફરજ બજાવતા હાલ-ઉના પો.સ્ટે મા ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોવિંદભાઈ વાજા,અ.પો.હેડ.કોન્સ. જી.ઈ.બી. સોસાયટી ઉના વાળા ને પોતાની ગીર ગઢડા પો.સ્ટે.ની ફરજ દરમ્યાન દેશી દારૂ બનાવી વેચાણ કરતા બુટલેગર પાસેથી હપ્તા પેટે દર મહીને રૂપિયા 2000-/ હેડ કોન્સ્ટેબલ ને આપતા હોય પરંતુ હેડ કોન્સ્ટેબલ રૂપિયા 2000-/ના બદલે રૂપિયા 4000-/ની માંગણી કરેલ આ બાબતે એક જાગૃત નાગરીકે તા.02/10/2020નાં રોજ એ.સી.બી.મા ફરીયાદ નોંધાવતા તા.3/10/2020નાં રોજ લાંચનુ છટકું ગોઠવાયું હતું એ વખતે દિગ્વિજયસિંહ વાજાં એ સાહેદના સર્ટના ખીસ્સામાં રહેલ સરકારી વોઇસ રેકોર્ડર હેડ કોન્સ્ટેબલ ને મળતા અને લાંચના છટકાની જાણ થઈ ગયેલ નુ જાણી લાંચની રકમ લીધા વગર સરકારી ચાલુ વોઇસ રેકોર્ડર પોતાની સાથે લઈ પોલીસ સ્ટેશન બહાર નાસી જઈ વોઇસ રેકોર્ડર માથી લાંચના છટકાને લગત અતી મહત્વની ઓડીયો ફાઇલ ડીલીટ કરી વોઇસ રેકોર્ડર પોલીસ સ્ટેશનના કંમ્પાઉન્ડમા ફેકી નાશી જઈ પોતાની રાજ્ય સેવક તરીકેની કાયદેસરની ફરજ અ- પ્રમાણીક રીતે બજાવી લાંચની માંગણી કરી,પુરાવાનો મ નાશ કરેલ જે અંગે તા. 10/10/2024નાં ગીર સોમનાથ એ.સી.બી.પો.સ્ટે. ના પો.ઈન્સ. ડી.આર.ગઢવીએ પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરૂધ્ધ ધોરણસર કાયદેસરની કાર્યવાહી કરી હતી.
રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના