ગીર ગઢડા:- ધોકડવા ખાતે 22 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,MLA કે.સી રાઠોડ રહ્યા ઉપસ્થિત
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામ ખાતે દશમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 22 ગામના લોકોએ લાભ લીધો હતો
રાજ્ય સરકાર દ્વારા લોકોને વિવિધ સેવાનો લાભ સ્થળ પર જ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. દશમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.22 ગામના લાભાર્થીઓ માટે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ઉનાના ધારાસભ્ય કે સી રાઠોડ ,ગીર સોમનાથ જિલ્લા કારોબારી ના ચેરમેન તાલુકા પંચાયતના સદસ્ય, ગીર ગઢડાના મામલતદાર જી.કે વાળા સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
રિપોર્ટર ધર્મેશ ચાવડા ગીર ગઢડા


                                    


 Total Users : 144941
 Views Today : 