વડાલી શહેરની શ્રી બી.જી શાસ્ત્રી હાઇસ્કુલ માં વાલી મીટીંગ નું આયોજન કરાયું
તારીખ 26/ 10/ 2024 ના રોજ શ્રી બી જી શાસ્ત્રી હાઈસ્કૂલમાં વાલી મીટીંગ તેમજ પરિણામ વિતરણ કરાયું
શ્રી બી જી શાસ્ત્રી હાઈસ્કૂલમાં વાલી મિટિંગમાં સૌ પ્રથમ હાઈસ્કૂલમાં પધારેલ વાલી શ્રી ઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ આચાર્યશ્રી ડૉ .હસમુખભાઈ પટેલ સાહેબે પરિણામ ને લગતું ઉદબોધન વાલીશ્રીઓને કર્યું હતું પરિણામ ને લગતી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ બાલવાટિકા થી લઈને k G 1 થી ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓને પરિણામ આપવામાં આવ્યું હતું ત્યારબાદ શિક્ષક શ્રી પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું અને વાલીશ્રીના પ્રશ્નોના જવાબ આપ્યા હતા અંતમાં હાઈસ્કૂલના ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પટેલ સાહેબે વાલીશ્રીઓને મુંજવતા પ્રશ્નોનો યોગ્ય જવાબ આપ્યો હતો અને ત્યારબાદ હાઈસ્કૂલના આચાર્ય શ્રી ડૉ .હસમુખભાઈ પટેલ સાહેબે અંતમાં મિટિંગમાં પધારેલ વાલીશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 160503
Views Today : 