Wednesday, January 8, 2025

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ – ૨૦૨૪

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ – ૨૦૨૪

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૧૭, ૨૩ અને ૨૪મી નવેમ્બરે ખાસ ઝુંબેશ યોજાશેઃ

સંજય ગાંધી તાપી તા.૧૪ મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યભરમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ હાથ ધરવામાં આવ્યો છે. તાપી જિલ્લાના ૧૭૧-વ્યારા (અ.જ.જા) તથા ૧૭૨-નિઝર (અ.જ.જા) વિધાનરાભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ તમામ જાહેર જનતાને જણાવવાનું કે, મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીનું કાર્યાલય, ગુ.રા. ગાંધીનગર દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૫ ની લાયકાત તારીખ સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાન તા.૧૨/૦૮/૨૦૨૪ થી હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૨૯/૧૦/૨૦૨૪ (મંગળવાર) થી તા.૨૮/૧૧/૨૦૨૪ (ગુરૂવાર) સુધી નક્કી કરવામાં આવેલ છે.

 

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમ અન્વયે તા.૧૭/૧૧/૨૦૨૪ (રવિવાર) તથા તા.૨૩/૧૧/૨૦૨૪ (શનિવાર) અને તા.૨૪/૧૧/૨૦૨૪ (રવિવાર) ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે નક્કી કરવામાં આવેલ છે. જે સમયગાળા દરમ્યાન બુથ લેવલ ઓફિસર મતદાન મથકના સ્થળે સવારે ૧૦:૦૦ થી સાંજે પ:૦૦ કલાક સુધી હાજર રહી મતદાર સુધારણા કામગીરી કરવામાં આવશે.

 

રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલ BLA ના સહકારથી મતદારયાદીનાં મુસદ્દાની ચકાસણી કરી, ક્ષતિ હોય તો તે શોધવા BLA ને પદનામિત અધિકારી સાથે નિયોજીત સ્થળે ઉપસ્થિત રહે તે માટે તથા જાહેર જનતામાં જાણકારીના પ્રચાર/ પ્રસાર માટે રાજકીય પક્ષોને અનુરોધ કરવા સુચના આપવામાં આવેલ છે.

 

મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમય સૂચિ મુજબ હક્ક દાવા અને વાંધા અરજીઓનાં નિકાલ તા.૨૪/૧૨/૨૦૨૪ સુધીમાં નિકાલ કરવામાં આવશે.મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમય સૂચિ મુજબ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.૦૬/૦૧/૨૦૨૫ ના રોજ કરવામાં આવશે.

 

ઉપરાંત ચૂંટણી પંચની વેબસાઇટ www.nvsp.in તથા વોટરહેલ્પ લાઇન એપ્લીકેશન (VHA) એપ્લીકેશન પર ઓનલાઇન અરજી પણ કરી શકશો. તેમજ વધુ વિગતો માટે ટોલ ફ્રી નંબર ૧૯૫૦ ઉપર (કામકાજના દિવસ દરમિયાન) સંપર્ક કરી શકશો. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમય સૂચિ મુજબ મતદાર યાદીમાં નામ નોધાવવા માટે જાહેર જનતાને પુરતો સહકાર આપવા મામલતદાર ચૂંટણી-તાપી વ્યારાની અખબારી યાદિમાં જણાવાયું છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores