મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના વાંટડા ગામની સીમમાં વાંટડા ટોલટેક્ષ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની બોટલ નંગ 142 જેની કિંમત રૂપિયા 36,340/- નો પ્રોહી મુદ્દામાંલ તથા મારુતિ ઈકો ગાડી તથા મોબાઇલ ફોન નંગ-2 મળી કુલ 3,46,340 ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અરવલ્લી.
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી શૈફાલી બારવાલ સાહેબ અરવલ્લીનાઓએ પ્રોહીબિશન તથા જુગાર તેમજ નસીલા માદક દ્રવ્યોની હેરાફેરી ની પ્રવૃત્તિ આચરતા ઇસમો ઉપર અસરકારક કામગીરી કરવા સારું જિલ્લામાં પ્રોહી અંગે ડ્રાઇવનું આયોજન કરી અને પરિણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન/સૂચનાઓ આપેલ હતી. જે આધારે શ્રી.એચ.પી ગરાસીયા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી અરવલ્લી મોડાસા નાઓના નેતૃત્વમાં શ્રી.વી.ડી.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને પ્રોહીબિશનની ગેરકાયદેસર હેરાફેરી વેચાણકર્તા ઈસમો ની જરૂરી માહિતી મેળવી અસરકારક નાકાબંધી તથા પ્રોહીબિશન વોચ કરવા સૂચનાઓ કરેલ જે અન્ય આવે એલસીબી સ્ટાફના માણસો મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના વોટડા ટોલટેક્સ ખાતે રોહી મિશન નાકાબંધીમાં હતા અને શામળાજી તરફથી આવતા વાહનો ચેક કરતા હતા તે દરમિયાન અંગત બાતમીદાર મારફતે બાદમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મારુતિ ઈકો ગાડી નંબર GJ-18-VM 0310 નાનીમા તેનો ચાલક તથા તેની સાથેના બીજા બે ઈસમો એ રીતેના ત્રણેય ઇસમો રાજસ્થાનથી ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો લઈ શામળાજી થઈ રાજેન્દ્રનગર થઈ હિંમતનગર તરફ જનાર છે. તેવી બાકી હકીકત આધારે મોજે વાંટડા ગામની સીમમાં શામળાજી થી રાજેન્દ્ર નગર તરફ આવતા રોડ ઉપર વાટડા ટોલટેક્ષ ઉપર ઉભા રહી ઉપરોક્ત બાતમી હકીકત વાળી eeco ગાડી ની વોચ/ નાકાબંધીમાં હતા અને શામળાજી તરફથી આવતા વાહનો ચેક કરતા હતા એ દરમિયાન શામળાજી તરફથી એક સફેદ કલરની ઇકો ગાડી વાંટડા ટોલટેક્ષ તરફ આવતા eeco ગાડી ના ચાલકને પોતાની ગાડી ઉભી રાખવા હાથથી તેમજ લાકડીઓથી સારો કરતાં ગાડીના ચાલકે પોતાની ગાડી ઉભી રાખેલ જેથી સદરી ઇકો ગાડીની આગળ પાછળની નંબર પ્લેટ ઉપર ગાડીનો નં GJ-18-VM 0310 નો લખેલ હતો. જે ઈકો ગાડીમાં જોતા વચ્ચેની સીટમાં બીજા બે માણસો બેઠેલ હોય તેઓના પગમાં નીચે ભાગે જોતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ આખી પેઢીઓ તથા છૂટી બોટલ બોટલો ભરેલ હોય જેથી સદરિ ઈકો ગાડી ના ચાલકનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ જીતેન્દ્રભાઈ સંગ્રામભાઈ મીણા ઉ.વ 28 હાલ રહે . ગાયત્રીમંદિર ,મહાવીરનગર રોડ, હિંમતનગર તા.હિમતનગર જિ.સાબરકાંઠા મુળ રહે.ઢેલાણા તા.રૂષભદેવ જિ.ઉદેપુર (રાજ.) નો હોવાનું જણાવેલ સદરી પકડાયેલ ઈકો ગાડીના ચાલકની અંગ ઝડતી કરતાં એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવેલ . ગાડીમાં બેઠેલ બીજા ઈસમનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ લક્ષ્મણભાઈ ખાતુંજી નિનામાં ઉંમર વર્ષ 28 રહે મોદર. તા.ખેરવાડા જિ. ડુંગરપુર (રાજ.) ત્રીજા ઈસમ નું નામ ઠામ પુછતાં પોતે પોતાનું નામ પ્રદિપ હનુમાનભાઈ પ્રજાપતિ ઉ.વ.30 રહે.મ.નં 125 ગાયત્રી મંદિર મહાવીરનગર હિંમતનગર તા.હિમતનગર જિ.સા.કા હોવાનું જણાવેલ. પ્રતિબંધિત એરિયામાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લઈ આવેલ હોય જે સ્થળ ઉપર જાહેર હાઇવે રોડ હોવાના કારણે બીજા ઘણા વાહનોની અવર-જવર તથા બીજા માણસોની અવરજવર હોવાથી સ્થળ ઉપર નીચે ઉતારી ગણવો હિતાવવા ન હોય જેથી જે તે સ્થિતિમાં રહેવા દઈ ઈકો ગાડી મોડાસા એલસીબી ઓફિસ કમ્પાઉન્ડમાં લાવી ગાડીમાં ભરેલ ભારતીય બનાવટ નો વિદેશી દારૂની પેટીઓ તથા છૂટી બોટલો નીચે ઉતારી ઘણી જોતા કુલ 142 જેની કિ.રૂ.36,340 /- નો પ્રોહી મુદામાલ તથા ઈકો ગાડી ની કિંમત 3,00,000/- મળી કુલ કિ.રૂ.3,46,340/- ના મુદ્દામાલ કબ્જે કરી સદરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધમાં મોડાસા રૂરલ પો.સ્ટેશનમા પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરવા સારુ તજવીજ કરેલ છે.
1) ભારતીય બનાવટ નો વિદેશી દારૂની પેટીઓ તથા છુટી બોટલો કુલ ૧૪૨ જેની કિંમત રૂ૩૬,૩૪૦ /- નો પ્રોહી મુદામાલ તથા ઈકો ગાડી ની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૪૬,૩૪૦/- ના મુદામાલ સાથે પકડાયેલ આરોપી (૧) જીતેન્દ્રભાઈ સંગ્રામભાઈ મીણા ઉ.વ ૨૮ હાલ રહે.ગાયત્રી મંદિર, મહાવીરનગર રોડ,હિંમતનગર.
(૨) લક્ષ્મણભાઇ ખાતુજી નિનામા ઉ.વ ૨૮ રહે.મોદર તા.રૂષભદેવ જિ.ઉદેપુર (રાજ.)
(૩) પ્રદિપભાઇ હનુમાનભાઈ પ્રજાપતિ ઉ.વ ૩૦ રહે.મ.ન ૧૨૫ ગાયત્રી મંદિર, મહાવીરનગર, હિંમતનગર તા.હિમતનગર જિ.સાબરકાઠા.
કામ કરનાર અધિકારી/કર્મચારીઓ:-
૧) શ્રી એચ.પી ગરાસીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોડાસા
૨)શ્રી વી.ડી.વાઘેલા પોલીસ સબ.ઈન્સપેકટર એલ.સી.બી મોડાસા
૩)એ.એસ.આઈ શંકરજી ધુળાજી એલ.સી.બી મોડાસા
૪) આ.એસ.આઈ આર્શીવાદભાઈ નાથુભાઈ એલ.સી.બી મોડાસા
૫)એ.હે.કો હરેશભાઈ કાન્તિભાઈ એલ.સી.બી મોડાસા
૬)આ.પો.કો હાર્દિકકુમાર અરવીદભાઈ એલ.સી.બી મોડાસા આમ લોકલ ક્રાઈમ બ્રાન્ચ, અરવલ્લી-મોડાસા દ્વારા હેરાફેરી દરમિયાન રોહી બિશનનો કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.૧૬/૧૧/૨૦૨૪