મહામહિમ રાજ્યપાલશ્રીની કાર્યશિબિર થી પ્રેરાઈને પ્રાકૃતિક કૃષિ કરતા થયા વાલોડના રોહિતભાઈ.
કુદરતી ખાતરથી પાકતા જામફળ મીઠા મધુરા અને ભરપુર પોષક તત્વો વાળા થાય છે.
સંજય ગાંધી, તાપી, તા.૨૨
તાપી જીલ્લાના વાલોડ તાલુકાના હથુકા ગામના વાતની રોહિત શાંતિભાઈ પટેલ એક નાના પાયાના ખેડૂત છે. સૌ પ્રથમ તેમણે ૨૦૧૪ માં પ્રાકૃતિક ખેતી વિષે સાંભળ્યું હતું. આ પદ્ધતિ અપનાવવા માટે તેમણે એ સમયે વિચાર કર્યો હતો. અને ઓઈલ પામનું વાવેતર શરુ કર્યું હતું. પરંતુ આ અંગે તેમણે પદ્ધતિસરનું જ્ઞાન ન હતું. તેમ છતાં તેમણે ૨૦૧૯ સુધી આ વાવેતર ચાલુ રાખ્યું હતું. ૨૦૨૦માં તેમણે મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રાકૃતિક કૃષિ વિષયક એક કાર્યશિબિરમાં પ્રાકૃતિક કૃષિ વિષે પ્રેરણા મળી. આ વખતે તેમણે નિશ્ચય કરી લીધો કે તેઓ હવે વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી તેઓ શીખશે અને અપનાવશે. આ વખતે તેમણે જમરૂખી અને આંબાની વાવણી કરી હતી. તેઓ આત્મા કચેરી અને બાગાયત ખાતાના સતત સંપર્કમાં હતા. આત્મા કચેરી પાસેથી માર્ગદર્શન અને બાગાયત ખાતામાંથી તેમને જરૂરિયાત મુજબ સહાય પણ મળી. ધીરે ધીરે તેમને પ્રાકૃતિક ખેતીમાં ખુબ રસ પાડવા લાગ્યો અને આત્મ વિશ્વાસ આવી ગયો.
શરૂઆતમાં મહેનત વધારે માંગી લે છે. જમરુખી અને આંબા તેમણે ઇઝરાયલ પદ્ધતિથી હાઈ ડેન્સીટીથી રોપેલા હતા. ૫૦૦ લીટરના ડ્રમ બનાવેલા છે જેનાથી ઘન જીવામૃત પાણી સાથે મિશ્રિત થઈ તેમના ખેતરમાં રહેલા છોડ સુધી પહોચે છે. તેઓ કહે છે કે ઘન જીવામૃતમાં ૯૯% જીવાંત નથી આવતી. લોકોને ઝેરમુક્ત ખવડાવવાના આશય તેમના ગળે ઉતરી ગયો. રોહિતભાઈ જામફળની વાત કરતા કહે છે કે ખુબ મીઠા અને પાણીદાર જમફળ તેમના ખેતરમાં ઉગેલા છે. શિયાળાનો સમય છે અને જામફળની વાત આવે તો બધાને મોઢાંમાં પાણી આવી જાય, ખરું ને!