Tuesday, November 26, 2024

ભરથાણા ટોલનાકા પર ટોલદરમાં તોતિંગ વધારો કરવામાં આવતાં વાહન ચાલકો માટે અમદાવાદ-મુંબઈ વચ્ચેની નેશનલ હાઇવેની મુસાફરી મોંઘી બની

ભરથાણા ટોલનાકા પર ટોલદરમાં તોતિંગ વધારો કરવામાં આવતાં વાહન ચાલકો માટે અમદાવાદ-મુંબઈ વચ્ચેની નેશનલ હાઇવેની મુસાફરી મોંઘી બની

 

અમદાવાદ-મુંબઈ વચ્ચે નેશનલ હાઈવે પરની મુસાફરી મોંઘી બની હોવાનું સામે આવ્યું છે. વાસ્તવમાં ભરથાણા ટોલનાકા પર ટોલદરમાં તોતિંગ વધારો કરાયો છે. વિગતો મુજબ કાર માટે ટોલના દરમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવતા હવેથી કારચાલકોએ 105ના બદલે 155 રૂપિયા ચૂકવવા પડશે. નોંધનિય છે કે, આ પહેલા 1 જુલાઇ 2021ના રોજ ટોલદરમાં વધારો કરાયો હતો.ભરથાણા ટોલનાકા પર ટોલદરમાં તોતિંગ વધારો કરવામાં આવતાં વાહન ચાલકો માટે અમદાવાદ-મુંબઈ વચ્ચેની નેશનલ હાઇવેની મુસાફરી મોંઘી બની છે. ભરથાણા ટોલનાકા પર ટોલના દરમાં 67 ટકા જેટલો વધારો ઝીંકાતા વાહનચાલકો પર બોઝો વધ્યો છે. આ તરફ ટોલપ્લાઝાથી 20 કિલોમીટરના અંતરે રહેતા લોકો માટે પાસની વ્યવસ્થા કરાઈ છે. જેમાં મહિને 340 રૂપિયા ચૂકવી પાસ કઢાવવાનો રહેશે.

 

પરિપત્રનો બે મહિના પછી કરવામાં આવ્યો અમલ

 

મહત્વનું છે કે, 23 સપ્ટેમ્બરના રોજ ટોલટેક્સમાં ભાવ વધારાનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. જોકે આ પરિપત્રનો અમલ બે મહિના પછી કરવામાં આવી રહ્યો છે. એટલે આજથી કાર સહિતના તમામ વાહનોમાં ટોલટેક્સ વધારે ચૂકવવા પડશે.

 

રિપોર્ટ – સંજય ગાંધી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores