સાબરકાંઠા ના હિંમતનગર માં ચાલતા સ્પા સેન્ટર કોની ભલામણ થી ચાલે છે? કોણ ચલાવે છે ? સ્પા ના નામે દેહ વ્યાપાર ખરેખર શું છે હકીકત?
હિંમતનગર માં ચાલતા સ્પા સેન્ટર માં ખરેખર શું ચાલી રહ્યું છે તેની તપાસ થવી જરૂરી, રાજ્ય ના અનેક શહેરોમાં ગુજરાત ની પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે અનેક સ્પા સેન્ટરનો પર્દાફાશ થયા હતાં ત્યારે સવાલ એ ઉભો થાય છે કે હિંમતનગર માં તપાસ ક્યારે થશે?
અનેક જીલ્લા ઓ માં નાના-મોટા સ્પા સેન્ટર જાણે કોઈ ના ડર વિના સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.આ લોકો સ્પાના નામે દેહ વ્યાપાર કરી હજારો રૂપિયા રોજ કમાય છે. આ સ્પા સંચાલકો રીસેપશન પર યંગ અને સ્માર્ટ ગર્લ રાખી ને ગ્રાહકોને આકર્ષિત કરી પહેલા મસાજના બહાને સ્પા સેન્ટર પર બોલાવે છે, પછી તેમને શારીરિક સંબંધીત સર્વિસ વિશે જણાવે છે. આ રીતે તેઓ તેમના રેગ્યુલર ગ્રાહકો બનાવી ને મોબાઈલ વોટ્સએપ પર રોજ નવી નવી સ્પા ગર્લ ના ફોટા મોકલે છે. સ્પાના નામે શારીરિક સર્વિસ મેળવ્યા બાદ આ ગ્રાહકો તેમની સાથે કાયમ માટે જોડાઈ જાય છે અને વધારે રૂપિયા ખર્ચવામાં પણ અચકાતા નથી.આ લોકો લાયસન્સ હોય છે સ્પાનું અને કામ ચાલતું હોય છે દેહવ્યાપારનું!
જીલ્લા માં અને અનેક શહેરોમાં ઠેર ઠેર ચાલતા સ્પા સેન્ટર ઘણા પરિવારને બરબાદ કરવામાં ક્યાંય કસર છોડી નથી.
પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આખા દેશમાં સ્પાના નામે સેક્સ રેકેટ ચાલી રહ્યા છે. સ્પાના નામે છોકરા-છોકરીઓ મોજમસ્તી કરી રહ્યા છે અને તેને ચલાવનારાઓ કમાણી માટે શાળા-કોલેજના સ્ટુડન્ટ્સને બરબાદ કરી રહ્યા છે. સ્પા સેન્ટરની બહાર બેનર છે સ્પાના અને એસી રૂમોમાં દેહવ્યાપારનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે.પ્રશાસન હવે જાગે અને યુવાનો ને બરબાદી ના રસ્તે જતાં બચાવે.
રિપોર્ટ – સંજય ગાંધી સા.કા
મો.૯૯૯૮૮૨૯૮૮૭