સોનગઢ પોલીસ સ્ટેશન માં બળાત્કારના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફલો સ્કોડ, ટેકનીકલ સેલ તાપી.
શ્રી પ્રેમવીર સિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ, સુરત તથા શ્રી રાહુલ પટેલ સાહેબ, પોલીસ અધિક્ષક, તાપી-વ્યારાનાઓએ જિલ્લામાાં નાસતા ફરતા આરોપીઓ અને શરીર/ મિલકત સહિત ગુન્હાઓ ડીટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સચના આપેલ હોઇ જે અનુસંધાને રી,ડી.એસ.ગોહીલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી.તાપી નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ગઇ તા.૨૮/૧૧/૨૦૨૪ ના રોજ પો.સ.ઇ. શ્રી જે.બી.આહિર, એલ.સી.બી., જિ.તાપી નાઓ એલ.સી.બી./પરોલ ફલો સ્કોડ/ટેકનીકલ સેલ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના અ.હ.કો. હરપાલસિંહ અભેસિહ બ.નાં.૩૨૨ તથા પો.કો. હસમુખભાઈ સવરજીભાઇ બ.નાં.૧૯૧ નાઓન સંયુક્ત મળેલ બાતમી આધારે મોજે- વ્યારા જનક હોસ્પિટલ પાસે આવેલ પટ્રોલપપ પાસેથી સોનગઢ પો. સ્ટેશન. ફર્સ્ટ પાર્ટ ગુ.ર.ન. ૯૦/૨૦૧૨ ઇ.પી.કો. કલમ- ૩૭૬, ૩૨૩ મુજબ ગુનાના કામ સંડોવાયેલા નાસતો ફરતો વોન્ટડ આરોપી- દિનેશભાઇ હવજીભાઇ માવી, ઉ.વ.૪૨, રહ. હાલ સગરામપુરા ચોકી સર્કલ ફુટપાથ ઉપર, સુરત શહેર, મુળ રહે. ગામ- ટાઢાગોળા, તા.ઝાલોદ, જી.દાહોદનાને પકડી પાડી ઉપરોકત ગુના બાબતે પુછપરછ કરતા આશરે બારેક વર્ષ પહેલાં પોતે સોનગઢ સરકારી કોલેજ કામ ચાલતું હતું ત્યારે ત્યાં આગળ પોત પણ મજુરીકામ કરવા આવેલ ત્યારે એક સ્ત્રી સાથ જબરજસ્તી શરીર સંબંધ બાંધી ભાગી ગયેલ હોવાનું જણાવતો હોઇ ઉપરોકત ગુનામાં કામે આરોપીને તા.૨૮/૧૧/૨૦૨૪ ના કલાક- ૧૭/૦૦ વાગ B.N.S.S. કલમ- ૩૫(૧)જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પો.સ્ટેશન.ને સોંપલ છે. વિશેષ નોંધ- પકડાયેલ આરોપી મોબાઇલ ફોન વાપરતો ન હોય કે પોતાના પરિવાર જનોના સંપર્ક ન હોવા છતાાં બાતમીદાર નેટવર્ક આધારે બાર વર્યથી નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે તાપી તથા પરોલ ફલો સ્કોડ, ટેકનીકલ સેલ તાપી પકડી પાડેલ છે.
રિપોર્ટ – સંજય ગાંધી તાપી