મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી સાબરકાંઠા દ્વારા પોકસો એકટ અંતર્ગત સેમિનાર યોજાયો
મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા ૨૫ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવાની સૂચના થયેલ જે અન્વયે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી – સાબરકાંઠા ના માર્ગદર્શન હેઠળ “સંકલ્પ” હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અંતર્ગત જેમાં 30 નવેમ્બરની ઉજવણી નિમિતે ધી ફ્રેન્ડ્સ સ્કૂલ,સલાલ ખાતે ગુડ ટચ બેડ ટચ તથા POCSO એકટ અંતર્ગત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમા બાળસુરક્ષા એકમ ના સામાજિક કાર્યકર શ્રી કનુભાઈ પટેલ દવારા દ્વારા ગુડ ટચ બેડ ટચ તથા POCSO એકટ ની વિગતે કુલ -113 દીકરીઓને માહિતી આપવામાં આવેલ. તેમજ DHEW ટીમ જેન્ડર સ્પે.હર્ષદભાઈ પટેલ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત કન્યા કેળવણી શિક્ષણ અંતર્ગત તથા મહિલાલક્ષી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી .સમગ્ર કાર્યક્રમનું આયોજન DHEW ટિમ સાબરકાંઠા દ્વારા કરવામાં આવ્યો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891