ખુલ્લામાં કચરો બાળવા પર પ્રતિબંધ છતાં માથાસુર ત્રણ રસ્તા પર નિયમો નેવે મૂકાયા
આમ તો ગામમાં ગ્રામ પંચાયત ઘરે ઘરે વાહનો મોકલી કચરો ભેગો કરે છે અને ડમ્પીંગ સાઈટ ઉપર વૈજ્ઞાનિક ઢબે નિકાલ પણ કરે છે. પણ ઈડર તાલુકાના માથાસુરની હદમાં આવેલા વિજયનગર ત્રણ
રસ્તા પર હોટલોના માલિકો બેફામ કચરો રોડ પર ઠલવાતો જોવાતો મળે છે, સાથે કચરો ખુલ્લામાં બાળવામાં પણ આવે છે. મળતી માહિતી મુજબ ખુલ્લામાં કચરો બાળવા ઉપર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા પ્રદૂષણ રોકવા પ્રતિબંધ મૂક્યો છે છતાં બળાય છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891