કુદરતી સંપદા સાથેની પ્રાકૃતિક ખેતી પદ્ધતિ એટલે શું ?,આપણે પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ ?.
સંજય ગાંધી તાપી તા.૦૪ પ્રકૃતિના મૂળભુત સિધ્ધાંતોના આધારે દેશી ગાયના છાણ અને ગોમૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી કરવી એટલે એને પ્રાકૃતિક ખેત પદ્ધતિ ગણાય છે. પાકની વૃદ્ધિ માટે પોષક તત્વો અને ખેત સામગ્રી બહારથી ન લેતાં પાકની વૃદ્ધિ, ઉત્પાદન અને ગુણવત્તા વધારવા માટે પ્રાકૃતિક સામગ્રી ઘરે જાતે જ બનાવવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ ?
પ્રાકૃતિક કૃષિ કરવાથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે છે. જેમાં નહીવત ઉત્પાદન ખર્ચ આવે છે, જેરમુક્ત ઉત્પાદન હોવાથી બજાર ભાવ વધુ મળે છે. તેમજ પાણીની બચત થાય છે. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય છે.
પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્તંભ છે. જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જંતુનાશક દવાઓ. આનો યોગ્ય અને વ્યવસ્થિત, સંકલિત ઉપયોગ પર્યાવરણને બચાવવા માટે ઉપયોગી નીવડશે.
ખેતીની જમીનોમાં ઓર્ગેનિક કાર્બન, નાઈટ્રોજન, ઝીંક, સલ્ફર વગેરે પોષકતત્વોની મોટી ઊણપ હોવાથી કોઈપણ પ્રકારની ખેત પ્રવૃતિમાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી તૈયાર કરેલ ઘન જીવામૃતનો ઉપયોગ કરવો. જેથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ ઘટે છે અને જમીનની ફળદ્રુપતા, પોષક તત્વોની ઉપલબ્ધિ વધે છે.
પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવવા માટે સૌ પ્રથમ ખેડુતોએ પોતાની ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ બંધ કરવો જોઈએ અને દેશી ગાયના ગૌમૂત્ર, ગોબરમાંથી તૈયાર કરેલ જીવામૃત કે ઘન જીવામૃતનો ઉપયોગ કરી જમીન તૈયાર કરવી જોઈએ. ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃત આપી વાવેતર કરવું જોઈએ અને પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્તંભ મુજબ સંપુર્ણ ખેતી કરવાથી લાંબા ગાળે સારા પરિણામો મળે છે.







Total Users : 145600
Views Today : 