હિંમતનગર બી.આર.સી. ભવન ખાતે દિવ્યાંગ બાળકોની સાધન સહાય વિતરણ (એલીમકો) કેમ્પ યોજાયો
સમગ્ર શિક્ષા,સાબરકાંઠા ધ્વારા બી.આર.સી. ભવન, કાંકણોલ હિંમતનગર ખાતે દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરાયું હતુ. અધિક વિકાસ કમિશ્નર ડૉ.ગૌરવ દહિયાની અધ્યક્ષતામાં તા.૩-૧૨-૨૦૨૪ ” વિશ્વ દિવ્યાંગ દિન” નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો. જિલ્લાના ૧૩૫ થી વધુ દિવ્યાંગ બાળકોને એલીમકો ધ્વારા સાધન સહાય કીટનું વિતરણ કર્યું હતું. દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કેમ્પમાં સીપી ચેર-૨, કલીપર્સ–૧૫, હિયરીંગ એઈડર્સ–૧૦, ટ્રાયસીકલ-૬, વ્હીલ ચેર-૧૯, બગલ ઘોડી–૨, અલ્બોક્રેચ-૧૨, બ્રેઈલકિટ–૨, ટી.એલ.એમ.કીટ–૧૦૮, સુગમ્ય સ્ટીક-૩, સ્માર્ટ ફોન-૨, રોલ લેટર-૮ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કેયુરભાઈ ઉપાધ્યાય, હિંમતનગર તાલુકા વિકાસ અધિકારી શ્રી સિસોદીયા જિલ્લા આઈ.ઈ.ડી.કો.ઓર્ડિનેટર શ્રી કિર્તીસિંહ ચૌહાણ તથા આઈ.ઈ.ડી. સ્ટાફ સહિત કુલ ૧૩૫ બાળકોએ વિતરણ કેમ્પ નો લાભ લીધો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891