Sunday, December 22, 2024

વ્યારાના ઘેરીયાવાવ ગામ પાસેથી પસાર થતી નહેરના કિનારેથી ચોરાયેલ પાણી ખેંચવાના મશીન તથા અન્ય મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ.

વ્યારાના ઘેરીયાવાવ ગામ પાસેથી પસાર થતી નહેરના કિનારેથી ચોરાયેલ પાણી ખેંચવાના મશીન તથા અન્ય મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ.

 

(સંજય ગાંધી, તાપી) : શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇ કાલ તા.૦૪/૧૨/૨૦૨૪ ના રોજ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે વ્યારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સાથેના ASI ગણપતસિંહ રૂપસિંહ, તથા હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, “વાલોડ તાલુકાના કુંભીયા ગામ સીમાડી ફળીયમાં રહેતા મીન્થન ઉર્ફે જીગર ભાઇ પ્રવિણભાઇ નાયકા તથા તેમના મિત્રો એક સફેદ કલરની શેવરોલેટ ક્રુઝ ફોર વ્હીલ ગાડી નંબર-GJ- 06-EH-5136 માં અમુક લોકો ચોરી કરેલ મુદ્દામાલ વેચવા માટે આવે છે” તેવી મળેલ બાતમી હકીકત આધારે પનિયારી કોલેજની સામે હાઇવે રોડ ઉપર વોચમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત્ત વાળી ફોર વ્હીલ ગાડી આવતા તેને રોકી લઇ રોડની સાઇડમાં કરી કારમાં ત્રણ લોકો બેસેલ મળી આવેલ નામ ઠામ પુછતા આરોપી- (૧) વિરલભાઇ નાનુભાઇ નાયકા ઉ.વ.૩૨ રહે.દુવાળાગામ વડ ફળીયા તા.ગણદેવી જી.નવસારી (૨) મીન્થનભાઇ ઉર્ફે જીગરભાઇ પ્રવિણભાઇ નાયકા ઉ.વ- ૩૪ હાલ રહે.કુંભીયા સીમાડી ફળીયુ તા.વાલોડ જી.તાપી મુળરહે. એંધલ વાંગરી ફળીયુ તા.ગણદેવી જી.નવસારી (૩) કલ્પેશભાઇ ભાણાભાઇ નાયકા ઉ.વ.૨૯ રહે. ચાસા ગામ તલાવડી ફળીયા તા.ચીખલી જી.નવસારીને પકડી પાડી તેઓની પાસેની કારમાં તપાસ કરતા કારમાંથી એક પાણી ખેંચવાનું મશીન મળી આવેલ જે મશીન બાબતે પુછપરછ કરતા જણાવેલ કે ગઇ તા.૧૨/૧૧/૨૦૨૪ ના રોજ મધ્યરાત્રીએ આ મોટર કારમાં આવી ત્રણેય મિત્રોએ મળી ઘેરીયાવાવ ગામ પાસેથી પસાર થતી નહેરના કિનારેથી બે મોટા પાણી ખેચવાના મશીન તથા પાંચેક પાણી ખેચવા મશીનના પંપ તથા એક નાની મોટર તથા મશીન ઉપર લગાડેલા વાકિયા પાઇપની ચોરી કરેલ હોવાનું જણાવેલ. પકડાયેલ ત્રણયે આરોપીઓના કબજામાંથી પાણી ખેંચવાનું જુના જેવું મશીન કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી તથા ચોરીના કામે ઉપયોગમાં કરેલ શેવરોલેટ ક્રુઝ ફોર વ્હીલ ગાડી નંબર- GJ-06-EH-5136 જેની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ- ૦૨ કિં.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૩,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપીઓને તા.૦૪/૧૨/૨૦૨૪ ના રોજ અટક કરી વ્યારા પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores