મારૂતી રીર્ટ્ઝ કાર ફોર વ્હિલ ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર આરોપીઓને મુદ્ઝદામાલ સહિત ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી.
(સંજય ગાંધી, તાપી) : શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઇ.શ્રી, એન.જી. પાંચાણી, એલ.સી.બી. તાપી તથા પો..સ.ઇ. જે.બી. આહીર એલ.સી.બી. તાપી તથા પો.સ.ઈ. એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમાં નીકળેલા દરમ્યાન સાથેના અ.હે.કો. બિપીનભાઈ રમેશભાઈ તથા પો.કો. પ્રકાશભાઇ રામાભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે “ને.હા.નં.-૫૩ સોનગઢથી સુરત જતા રોડ પર એક ડાર્ક ગ્રે કલરની રીર્ટઝ કાર નં.-GJ-01-KC-8039 માં બે લોકો આગળના ભાગે બેસી કારમાં પાછળના ભાગે દારૂનો જથ્થો ભરી સુરત તરફ જનાર છે “ જે બાતમી આધારે વ્યારા પનિયારી ગામની સીમમાં આવેલ પેટ્રોલપંપ નજીક બાયપાસ હાઇવે થી વ્યારા તરફ આવતા ટ્રેક ઉપરથી પકડી પાડી આ કારમાં ચેક કરતા તેમાં પાછળની સીટ ઉપર તથા ડીકીના ભાગે ભારતીય કંપની બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ભરેલ આરોપી-(૧) સુનીલ હીરાલાલજી સાલ્વી ઉ.વ.૩૦ રહે.મકાન નં.૧૧૬૮ ગામ-પાયડા તા.ગિરવા થાના.પ્રતાપનગર યુનિવર્સીટી રોડ ઉદયપુર રાજસ્થાન (૨) કુલદીપસિંહ પ્રતાપસિંહ કિતાવત ઉ.વ.૨૮ રહે.ગામ-ભીમલ તા.માવલી જી.ઉદયપુર રાજસ્થાન, વગર પાસ-પરમિટે પોતાના કબ્જાની મારૂતી કંપનીની રીર્ટઝ કાર નં.- GJ-01-KC-8039 આશરે કિં.રૂ.૨,૦૦,૦૦૦/- માં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની/ઇંગ્લીશ દારૂની નાનીમોટી બોટલો/ટીન ફુલ-૩૬૦ કુલ કિંમત રૂ.૨,૮૯,૬૨૦/- નો પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરતા મોબાઇલ નંગ-૦૨ કિં.રૂ.૧૦,૦૦૦/-, પતરાની નંબર પ્લેટ નંગ-૦૪, કિં.રૂ.૦૦/- મળી કુલ્લે રૂ.૪,૯૯,૬૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહીલ, એલ.સી.બી., જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી, એન.જી. પાંચાણી, એલ.સી.બી.તાપી તથા પો.સ.ઈ.શ્રી જે.બી. આહીર એલ.સી.બી. તાપી તથા પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ-ફર્લો સ્કોર્ડ જી.તાપી તથા હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ, અ.પો.કો. પ્રકાશ રામાભાઇ, અ.પો.કો. અરૂણસિંહ જાલમસિંહ, ડ્રા.પો.કો. સુનિલભાઇ ખુશાલભાઇ તથા પેરોલ-ફર્લો સ્કોડ સ્ટાફના અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઇ, હે.કો. હરપાલસિંહ અભેસિંહ તથા પો.કો. ધનંજય ઇશ્વરભાઇ, પો.કો.વિનોદભાઈ ગોકળભાઇએ કામગીરી કરેલ છે.