ઈડર તાલુકાના ભદ્રેસર ગામની સીમના ગુહાઇ જળાશયના પાણીના વોગમાં થી અજાણ્યા પુરૂષ ની લાશ મળી આવી
ઈડર તાલુકાના ભદ્રેસર ગામની સીમમાં આવેલ ગુહાઈ જળાશય ના પાણીના વોગામાંથી ગુરુવારના રોજ અજાણ્યા પુરૂષ ની લાશ પાણી પર તરતી દેખાતા ખેતરના માલિકે ઘટના ની જાણ જાદર પોલીસ સ્ટેશને કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 5 ડિસેમ્બર ને ગુરૂવાર ના રોજ ઈડર તાલુકાના ભદ્રેસર ગામની સીમમાં આવેલ ગુહાઈ જળાશય ના પાણીના વોગામાં થી અજાણ્યા પુરૂષ ની લાશ પાણી પર તરતી દેખાતા ખેતરના માલિકે ઘટના ની જાણ જાદર પોલીસ સ્ટેશને કરતા
જાદર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર આર. ડી. તરાલ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી લાશ બહાર કાઢી લાશને પીએમ અર્થે ઇડર સિવિલ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે લાશ નો મોઢાનો ભાગ પ્લાસ્ટિકના થેલામાં ભરેલો હોઇ હત્યા નો બનાવ હોવા નું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.જ્યારે અજાણ્યો શખ્સ કોણ છે? તે જાણી શકાયું નથી જેથી રહસ્ય અકબંધ છે.ત્યારે જાદર પોલીસ દ્વારા હત્યા અંગેનું પગેરૂ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 152498
Views Today : 