બનાસકાંઠાના જુનાડીસા ગામમાં જવાના રસ્તા પાસે અંદર નદીમાં અહેમદ સિંધી નામનો. શખ્સ ખુલ્લેઆમ. દેશી દારૂ નો ધંધો ધમધમાવી રહ્યો છે એ માફિયાની પોલીસનો કોઈ ડર જ નથી*..
બનાસકાંઠામાં દારૂની છૂટ થઈ ગઈ હોય તેવી રીતે ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનો વેચાણ થતો હોય છે ત્યારે ડીસા પોલીસ ની હદમાં આવેલા ખુલ્લેઆમ દારૂનો વેપલો કરતો અહેમદ સિંધી નામનો વ્યક્તિ દારૂનું વેચાણ કરે છે અને એમ કહે છે અહીંયા પોલીસ પણ આવતી નથી શું કારણ છે પોલીસ ત્યાં જતી નથી શું દારૂના વેપારીઓ માથા ભારે છે એના થી પોલીસ પણ ડરે છે પત્રકારો પણ આ પ્રશ્નને ઉજાગર કરવા જઈએ તો પત્રકારોને પણ ધમકી આપી એનો પણ અવાજ દબાવી ખુલ્લેઆમ ધંધો કરતા હોય છે શું બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા મકવાણા સાહેબએ કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપવા જોઈએ કારણ કે એસપી સાહેબએ આ બાબતે ગંભીરતા એ લેવી જોઈએ કે શહેરમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યું છે અને જુનાડીસા પોલીસ ને પણ તાત્કાલિક એક્શન લેવું જોઈએ અને આવા માથાભારે દારૂ વેચાણ કરતા લોકોને શાન ઠેકાણે લાવી જોઈએ કારણ કે આ બુટલેગર એમ કહે છે કે મારો ધંધો ક્યારેય બંધ થશે નહીં કોના બલબૂતા ઉપર આટલું જોર મારે છે એની પણ તપાસ થવી જોઈએ કોના ઇશારા ઉપર ધંધો કરે છે દારૂનો તે બુટલેગર છાતી ઠોકીને કહે છે મારો ધંધો આજે બંધ ના થાય અને કાલે પણ ના થાય
બાકીનો અહેવાલ આવતા કાલે રજૂ કરવામાં આવશે
ભુપેન્દ્રભાઈ પાલનપુર બનાસકાંઠા