Monday, December 23, 2024

‌બનાસકાંઠા જિલ્લાના પુરુષ ઉમેદવારો માટે ભરતી પૂર્વે એક માસની નિઃશુલ્ક તાલીમ અપાશે.

‌બનાસકાંઠા જિલ્લાના પુરુષ ઉમેદવારો માટે ભરતી પૂર્વે એક માસની નિઃશુલ્ક તાલીમ અપાશે.

 

લશ્કરી/અર્ધ લશ્કરી /પોલિસ ફોર્સ/તથા સિક્યુરિટી ગાર્ડમાં જોડાવવા ઇચ્છુક ઉમેદવારો તાલીમ માટે પોતાનું ફોર્મ રજૂ કરી શકશે.

 

(બ્યુરો રિપોર્ટ,પાલનપુર)

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા લશ્કરી/અર્ધ લશ્કરી /પોલિસ ફોર્સ/તથા સિક્યુરિટી ગાર્ડમાં જોડાવવા ઈચ્છુક બનાસકાંઠા જિલ્લાના ફક્ત પુરુષ ઉમેદવાર માટે ભરતી પુર્વેનો એક માસનો વિનામુલ્યે નિવાસી તાલીમ વર્ગ આગામી દિવસોમાં શરુ કરવામા આવનાર છે. આ નિવાસી તાલીમ વર્ગમાં નીચે મુજબની લાયકાત /શારિરીક માપદંડ ધરાવતા ઉમેદવારોને પ્રિ-સ્ક્રુટીની પ્રક્રિયા પૂર્ણ કરી તાલીમ વર્ગ માટે પસંદગી કરવામા આવશે.

 

તાલીમ વર્ગ માટે ઉમેદવારની ઉમર ૧૭.૧/૨ થી ૨૧ વર્ષ સુધીની માંગેલ છે. જરૂરી લાયકાત ધોરણ ૧૦ પાસ/૧૨ પાસ કે તેથી વધુની હોવી જોઈએ. ઉમેદવારની ઉચાઈ ૧૬૮ સે.મી થી વધારે અને છાતી ૭૭-૮૨ સે.મી અને વજન ૫૦ કિ.ગ્રામ સુધી રહેશે.

 

તાલીમ વર્ગમાં જોડાવા માંગતા બનાસકાઠાં જિલ્લાના તમામ પુરુષ ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ, રોજગારીની કચેરીના નામ નોંધણી કાર્ડની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બેંક પાસબુકની નકલ, આધાર કાર્ડની નકલ સાથે તા.૧૬/૧૨/૨૦૨૪ ના રોજ ૨૧ બટાલીયન, દાંતીવાડા ખાતે સવારે ૭:૩૦ કલાકે સવારે હાજર રહેવા જણાવવામાં આવે છે. હાજર રહેનાર ઉમેદવારોએ ગુગલ લિંક-https://forms.gle/ARkRJwgVANp8qXwY8 કે ક્યુઆર કોડ મારફત માહીતી ભરવાની રહેશે. જે ઉમેદવારોએ અગાઉ તાલીમ માટે અરજી કરેલ હોય તેમને ફરીથી માહિતી ભરવાની રહેશે નહિ તેમ જિલ્લા રોજગારી વિનિમય કચેરી પાલનપુર-બનાસકાંઠા દ્વારા એક અખબારીમાં યાદીમાં જણાવ્યું છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores