પાટણ માં ડૉ.રવિન્દ્ર પટેલની ગાંધીનગર માં બદલી પાટણ માં નવા એસપી તરીકે વસંતકુમાર.કે. નાયી મુકાયા.
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલની પોલીસહાઉસિંગ બોર્ડ ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે અને સી.આઇ.ડી. ક્રાઈમ ભુજના એસપી વસંતકુમાર નાયીની પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે
રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા આઈ.પી.એસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં પાટણ ખાતેથી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલની બદલી ગાંધીનગર પોલીસ હાઉસિંગ બોર્ડ ખાતે કરવામાં આવી છે તેમણે 16 માસ જેટલો સમય પાટણ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજો અદા કરી છે. તેમના ટૂંકા કાર્યકાળમાં સિદ્ધપુર તાલુકાના લોખાસણ ખાતે મહિલાના ચકચારી હત્યા કેસમાં આરોપીને પકડી પાડી હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સી.આઇ.ડી ક્રાઈમ રેન્જ ભુજ ના એસ.પી. વસંતકુમાર નાયી ને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક થવા બદલ બ્યુરો રિપોર્ટ ઇમરાન મેમણ તરફથી ખુબ ખુબ અભિનંદન
બ્યુરો રિપોર્ટ. ઇમરાન મેમણ પાટણ