Monday, December 23, 2024

ભિલોડા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે.ચેક રિટર્ન કેસમાં સજા નો હુકુમ ફરમાવ્યો.

ભિલોડા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે.ચેક રિટર્ન કેસમાં સજા નો હુકુમ ફરમાવ્યો.

સંજય ગાંધી દ્વારા તા.૧૦ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના રુદરડી ગામના રહેવાસી ભરાડા સતીશકુમાર બાબુભાઈએ ચોરીમાલા ગામના રહેવાસી પરમાર જીગ્નેશકુમાર અશ્વિનભાઈ ને પ્લોટ ખરીદવા સારું રૂપિયા આપેલ પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે રૂપિયા પરત મેળવવા સારું જે તે સમયે બેંકના ચેક આપેલ હતા પેમેન્ટ ક્લિયરિંગ માટે બેન્કનો ચેક બેંકમાં ભરાતા અપર્યાપ્ત નાણાકીય ભંડોળના અભાવે બેંકમાંથી ચેક રીટર્ન આવેલ હતો બેંકના ચેક રીટર્ન સર્ટિફિકેટ આધારે પુરાવા સાથે ચેક રિટર્ન કે સંદર્ભાના એડવોકેટ આર યુ મન્સૂરી મારફતે સૌપ્રથમ ચેક રિટર્ન કેસ બાબતે નોટીસ આપી હતી. ભિલોડા ન્યાય મંદિરમાં ન્યાયાધીશ સમક્ષ ચેક રિટર્ન કેસ દાખલ કર્યો હતો. ભિલોડા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મહાવીરસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા ની કોર્ટમાં કેસ ચાલતા ન્યાયાધીશ એ ચેક રિટર્ન કેસ દરમિયાન આરોપી ઈસમ જીગ્નેશ કુમાર પરમાર ને ગુનેગાર સાબિત કરીને છ માસની સાદી કેદની સજાનો હુકુમ ફરમાવ્યો હતો. વળતર પેટે ચેક ની રકમ ચૂકવી આપવા મેજિસ્ટ્રેટે અનુરોધ કર્યો હતો અમુક લેબાગુ વ્યક્તિઓ કોઈપણ બેંકના ખાતામાં ફરિયાદ નાણાકીય ભંડોળ વગર આડેધડ રીતે ચેકબુકનો દૂર ઉપયોગ કરીને છેતર છેતરપિંડી આચરતા ઇસમોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores