તલોદ પોલીસ સ્ટેશનના અપહરણ/પોકસોના ગુન્હામાં છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા રાજય બહારના આરોપીને પકડી પાડતી લોકલ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓ દ્વારા સાબરકાંઠા જીલ્લાના તથા ગુજરાત રાજ્યના તથા ગુજરાત રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ જુદી-જુદી ટીમો બનાવી તા.૦૭/૧૨/૨૦૨૪ થી ૩૧/૧૨/૨૦૨૪ સુધી ૧ મહિનાની ખાસ ડ્રાઇવ રાખવામાં આવેલ છે જે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ શ્રી સાબરકાંઠાનાઓએ આ ડ્રાઇવ દરમ્યાન સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સુચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન.કરંગીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના પોલીસ સબ ઇન્સ.શ્રી એસ.જે.ચાવડા, તથા પો.સ.ઇ. શ્રી કે.બી.ખાંટ, એસ.ઓ.જી. તથા એ.એસ.આઇ. કમલેશસિંહ તથા ટેકનીકલ એએસઆઇ સચીન તથા અ.હે.કો. વિરભદ્રસિંહ તથા અ.હે.કો. ધવલકુમાર તથા અ.પો.કો. પ્રવિણસિંહ તથા અ.પો.કો. શુકલજીતસિંહ તથા આ.પો.કો. પ્રકાશકુમાર તથા આ.પો.કો. અનિરૂધ્ધસિંહ તથા ડ્રા.પો.કો. નરેન્દ્રસિંહ વિગેરે સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓ સબંધે તપાસમાં હતાં.
દરમ્યાન તા.૧૧/૧૨/૨૦૨૪ના નાસતા ફરતા આરોપીઓ સંબંધે તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે તલોદ પોલીસ સ્ટેશન ફસ્ટ.ગુ.ર.નં. ૦૦૧૯/૨૦૧૫ ઇ.પી.કો કલમ.૩૬૩,૩૬૬ તથા જાતીય ગુના સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ-૨૦૧૨ ની કલમ.૫(એલ)૬ મુજબના કામે નાસતો ફરતો આરોપી રમેશભાઇ લાલાભાઇ મેડા રહે.ઉંડવા પંચાયત ઢેબર તા.જી.જાબુઆ મધ્યપ્રદેશ વાળાની તપાસ કરતાં મળી આવતાં તેને પુછપરછ કરી સદરી ઇસમ બાબતે ગુન્હાઓના રેકર્ડ આધારે તપાસ કરતા સદરી ઇસમ વિરૂધ્ધ તલોદ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૦૦૧૯/૨૦૧૫ ઇ.પી.કો ક.૩૬૩, ૩૬૬ તથા જાતીય ગુના સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ-૨૦૧૨ ની ક.૫(એલ)૬ મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોવાનુ જણાઇ આવતાં સદરી નાસતા ફરતા આરોપીને પકડી આગળની ઘટતી કાર્યવાહી સારૂ હિંમતનગર બી ડીવીજન પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891