Monday, December 30, 2024

સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વડાલી શેઠ સી જે હાઈસ્કૂલના તારલાઓ ઝળક્યાં

  • સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વડાલી શેઠ સી જે હાઈસ્કૂલના તારલાઓ ઝળક્યાં

તારીખ ૧૧/૦૯/૨૦૨૩ ના રોજ વોલીબોલ સ્પર્ધામાં વડાલી અંડર- ૧૯ ના વિદ્યાર્થીઓ દ્વારા સારું પ્રદર્શન કરતા જેમાં મિસ્ત્રી અભિ સગર રાહુલ, સગર રાઘવ, સગર અજય ,મનસુરી અરમાન, સોલંકી તરુણ દ્વિતીય ક્રમાકે રહ્યા હતા જ્યારે ૧૨/૦૯/૨૦૨૩ ના રોજ વિદ્યાર્થીનીઓની યોજાયેલી વોલીબોલ સ્પર્ધામાં વડાલી શેઠ સી જે ની અંડર -૧૪ ની વિદ્યાર્થીનીઓ માં સગર પ્રિયંકા ,રાવલ તમન્ના ,બલોચ અલસના ,પરમાર વૈભવી ,ખાંટ નિશા, રાજપુરોહિત પ્રિયાંશી, રાજપુરોહિત હેપ્પી, રાજ પુરોહિત આરવી, જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમાંકે રહી હતી

એથ્લેટિક્સમાં પણ વડાલી શેઠ સી જે હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ દ્વારા સારું પ્રદર્શન કર્યું હતું. તારીખ ૧૨/૦૯/૨૦૨૩ ના રોજ યોજાયેલ એથ્લેટીક્સ સ્પર્ધામાં ખાંટ સુજલ ૧૦૦ મીટરમાં પ્રથમ ક્રમાંક ૨૦૦ મીટરમાં ત્રીજો ક્રમાંક જ્યારે ૪૦૦ મીટર માં બીજો ક્રમાંક લાવ્યા હતા અંડર -૧૭ માં સગર ધવલ રમેશભાઈ ૧૫૦૦ મીટર માં બીજા ક્રમાંકે રહ્યા હતા અલ્પેશભાઈ પટેલ રાકેશભાઈ ખરાડી અરુણાબેન ગાલવાડીયા કોચ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય શ્રી હરેન્દ્રસિંહ ચંપાવત તેમજ શિક્ષક ગણ દ્વારા ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી

રિપોર્ટર:- વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores