વડાલી શહેરમાં શ્રી બી.જી શાસ્ત્રી હાઇસ્કુલ માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
શ્રી બી જી શાસ્ત્રી હાઈસ્કૂલમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
જેમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કુલ ૬૫ જેટલા વિદ્યાર્થીઓ શિક્ષક દિવસમાં શિક્ષક તરીકે ભાગ લીધો હતો શિક્ષક દિન નિમિત્તે શાળામાં મહેમાન તરીકે શ્રી એ કે પટેલ હાઈસ્કૂલ થેરાસણા આચાર્ય ગોપાલભાઈ પટેલ તથા પ્રાથમિક શાળા નંબર ૨ ના આચાર્ય પ્રકાશભાઈ પટેલ તથા સી આર સી યોગેશભાઈ તથા શાળાના ટ્રસ્ટી જયંતીભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન રૂપરેખા શાળાના શિક્ષક ભરતભાઈ સાહેબ તથા રમેશભાઈ તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર તથા શ્રેષ્ઠ શિક્ષકનું મૂલ્યાંકન પણ શાળાના શિક્ષક દમયંતીબેન પટેલ તથા રમેશભાઈ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી ડૉ હસમુખભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમના અંતમાં સમગ્ર સ્ટાફ પરિવારે સુંદર ભોજન નું આયોજન કર્યું હતું
રિપોર્ટર:- વિશાલ ચૌહાણ સાબરકાંઠા







Total Users : 163772
Views Today : 