Wednesday, December 18, 2024

શિયાળામાં ખજૂરનું સેવન કરવું સ્વાથ્ય માટે કેટલું ફાયદાકારક ? જાણો

શિયાળામાં ખજૂરનું સેવન કરવું સ્વાથ્ય માટે કેટલું ફાયદાકારક ? જાણો

 

વનિતા સંજય ગાંધી (બ્યુટિશિયન) શિયાળામાં સ્વાસ્થ્યને લઈને થોડી પણ બેદરકારી તમને બીમાર કરી શકે છે. આ ઋતુમાં તંદુરસ્ત રહેવા માટે પોતાની ડાયટમાં ખજૂર જરૂરથી સામેલ કરવી જોઈએ. આ ડ્રાયફ્રુટને શિયાળાનો મેવો પણ કહેવામાં આવે છે કારણ કે આમાં કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો જોવા મળે છે. આને ખાવાથી લોહી વધે છે, હ્રદય અને મસ્તિષ્કને શક્તિ પણ મળે છે. તો ચાલો જાણીએ કે શિયાળામાં ખજૂર ખાવાના ફાયદા અને દિવસમાં કેટલી ખાવી જોઈએ?ખજૂર આ સમસ્યાઓમાં છે ફાયદાકારક

 

પાચનતંત્ર તંદુરસ્ત રાખે: ખજૂર ખાવાથી પાચનતંત્ર તંદુરસ્ત રહે છે, કારણ કે આ દ્રાવ્ય ફાઇબરથી ભરપૂર છે સાથે જ આમાંઆ એમીનો એસિડ પણ જોવા મળે છે.

 

બેડ કોલેસ્ટ્રોલ રહે છે કંટ્રોલમાં: ખજૂરમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં અને સોડિયમની માત્રા ઓછી હોવાથી શરીરના નર્વસ સિસ્ટમ માટે ખૂબ ફાયદાકારક છે. ખજૂર શરીરમાં હોવાથી કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલમાં રાખીને હ્રદયના સ્વાસ્થની રક્ષા કરે છે.

એનર્જીથી ભરપૂર: ખજૂરમાં શરીરને એનર્જી આપવાની અદભૂત ક્ષમતા હોય છે. આમાં ગ્લુકોઝ, સુક્રોઝ જેવા નેચરલ સુગર ભારે માત્રામાં હોય છે. જો ખજૂરનું દૂધ સાથે સેવન કરવામાં આવે તો ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

 

પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે ફાયદાકારક: ખજૂર પ્રેગ્નેન્ટ મહિલાઓને થતી ઘણા પ્રકારની સમસ્યાથી છુટકારો અપાવે છે. આનાથી રક્તસ્ત્રાવ ઓછો થાય છે.

 

વજન વધારે: જો તમે વજન ન વધવાથી પરેશાન છો તો ખજૂરનું સેવન કરવું, કારણ કે આમાં રહેલા તત્વો વજન વધારવામાં મદદગાર છે. આનો ઉપયોગ દારૂ પીવાથી શરીરને થતા નુકસાનથી બચવા માટે પણ કરવામાં આવે છે.

 

ક્યારે અને કેવી રીતે ખજૂરનું કરવું સેવન?

 

ખજૂરને રાત્રે પાણીમાં પલાળીને રખાવી અને સવારે ખાલી પેટે આનું સેવન કરવું જોઈએ. ખાલી પેટે ખાવાથી તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો. એક દિવસમાં તમે 3 થી 4 ખજૂરનું સેવન કરી શકો છો.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores