Wednesday, December 18, 2024

તાપી જીલ્લામાં મોબાઇલ ટાવરમાંથી બેટરી ચોરીનાં બનાવમાં આરોપી પકડી પાડતી કુકરમુંડા પોલીસ ટીમ.

તાપી જીલ્લામાં મોબાઇલ ટાવરમાંથી બેટરી ચોરીનાં બનાવમાં આરોપી પકડી પાડતી કુકરમુંડા પોલીસ ટીમ.

 

સંજય ગાંધી તાપી – તા.૧૭

પો.ઈન્સ. શ્રી વી.કે. પટેલ કુકરમુંડા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કુકરમુંડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મીલ્કત સંબંધી ગૂનાઓ અટકાવવા પ્રયત્નો કરેલ.કુકરમુંડા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ મોબાઇલ ટાવરમાંર્થી બેટરી ચોરીનો ગુનો તા-૧૨/૧૨/૨૦૨૪ ના રોજ જાહેર થયેલ, આ ગુનામાં ફુલવાડી ગામના મુખ્ય રોડ ઉપર આવેલ વોડાફોનના ટાવરના સેલ્ટર રૂમના અંદરથી કોઇ અજાણ્યા ચોરે ઇન્ડસ મોબાઇલ ટાવરના સેલ્ટર રૂમની અંદર પ્રવેશ કરી, સેલ્ટર રૂમમાં ફિટ કરેલ વરલા પ્લસ 600 AH બેટરીઓ નંગ- ૨૪ મળી કુલ્લે કિ.રૂ. ૭૨,૦૦૦/- મત્તાની ચોરી કરી નાશી જઇ ગુનો આચરેલ.

 

આ ગુનાની તપાસ દરમ્યાન મોબાઇલ ટાવરના ટેકનિશ્યન અનિલભાઈ મધુકરભાઇ પટેલ રહે, વલ્લભનગર તા.નિઝર જી.તાપીવાળૉ જ આ ગુનામાં મુખ્ય આરોપી હોય, તેની આગવી ઢબે પુછપરછ કરતા પોતે ગુનાની કબુલાત આપી બેટરીઓ નંગ-૨૪ની ચોરી કરેલ હોવાનું એકરાર કરતાં ગુનાના કામે ધરપકડ કરવામ આવેલ છે. અને મોબાઇલ બેટરીની વેચાણ બદલ મેળવેલ રકમ રૂ।. ૧૮,૫૦૦/- ની રીકવરી કરવામા આવેલ છે. તપાસ હાલ ચાલુ છે.

 

પકડી પાડેલ આરોપીન નામ સરનામા:-

અનિલભાઇ મધુકરભાઈ પટેલ ઉ.વ.૪૭ રહે,વલ્લભનગર તા.નિઝર જી.તાપી

 

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

૧- પો.ઇન્સ.શ્રી વી.કે. પટેલ કુકરમુંડા પોલીસ સ્ટેશન

૨.ASI જયરાજસીંહ

૩.ASI ગંભીરસીંહ મહોબત સિંહ

૪.HC. રવિંદ્રભાઇ છગનભાઈ

૫.HC અર્જુનસિંહ વીક્રમસિંહ ૬. HC રવિભાઈ હરીયાભાઈ

૭.પો.કો.પ્રશાંતભાઇ કિશોરભાઇ

૮.પો.કો સાગરભાઈ મગનભાઈ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores