Sunday, January 5, 2025

સાબરકાંઠા હિંમતનગર નું ગૌરવ

સાબરકાંઠા હિંમતનગર નું ગૌરવ

 

UCMAS રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતની મેશ્વા પટેલ સાબરકાંઠા જિલ્લા હિંમતનગરનો સિતારો ચમક્યો.

 

તાજેતર માં UCMAS આંતર્રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા દિલ્હી ખાતે યોજવામાં આવેલ.જેમાં ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી કુમારી મેશ્વા સંદીપકુમાર પટેલ B ગ્રેડ માં પ્રથમ રનર -અપ રહી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ નોંધાવ્યું હતું, આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં કુલ ૩૦ દેશો સાથે ૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.આ સ્પર્ધાના કુલ આઠ મિનિટ માં ૨૦૦ દાખલા પૂર્ણ કરવાના હોય છે કુમારી મેશ્વા એ આઠ મિનિટ માં ૧૮૫ દાખલા પૂર્ણ કરી પ્રથમ નંબર પ્રાપ્ત કરી દેશનું ગુજરાત રાજ્યનું અને સાબરકાંઠા જિલ્લા નું ગૌરવ વધારી રાષ્ટ્રીય કક્ષા એ મેરીટ માં આવી તેણીએ સમાજ સાથે રાજ્ય અને સાબરકાંઠા અને હિંમતનગર જિલ્લા નું ગૌરવ વધાર્યું હતુ.આ પ્રસંગે UCMAS ના CEO & PRESIDENT ડૉ સ્નેહલ કારીયા , હિંમતનગર સેન્ટર ના ટિચર ઊર્વી અડાલજા ,શિવાની અડાલજા તથા ટીમને અભિનંદન અને શુભેચ્છા પાઠવેલ છે.દીકરીના માતા -પિતા સંદીપભાઈ પટેલ અને વર્ષાબેન પટેલ ના શિક્ષણ સંસ્કાર અને સતત માર્ગદર્શન પ્રેરણા થકી કારકિર્દી ઉજ્જવળ ભવિષ્ય માટે સહભાગી છે તેમના સમાજ,પરિવાર અને મિત્ર મંડળમાંથી અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores