ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે
જિલ્લાની મુલાકાત લીધી
જિલ્લામાં બાળકોના અધિકારો માટે વહિવટી તંત્ર અને સંસ્થાઓ દ્રારા કરાતી કામગીરી અભિનંદનને પાત્ર છે.
– શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજજરે સાબરકાંઠાની મુલાકાત લઇ બાળકોના અધિકાર અને તેમની સંભાળ અંગે અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક કરી વિગતવાર ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લામાં બાળકોના વિકાસ માટે કરવામાં આવતી પ્રવૃતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં બાળકોના પોષણ, આરોગ્ય અને શિક્ષણ, પાલક માતા-પિતા યોજના, પા પા પગલી પ્રોજેક્ટ, બાળકોના પુન: સ્થાપન તેમજ બાળકો માટેની વિવિધ યોજનાઓ અંગે અધ્યક્ષાને અમલીકરણ અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આ સાથે બાળકો સાથે થયેલા ગુન્હા , પૉસ્કો કેસ અંગે જાણકારી આપી હતી.
આ પ્રસંગે અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેને જણાવ્યું કે, ટેક હોમ રાશન, મધ્યાન ભોજન બાળકોના શારીરિક, માનસિક સ્વાસ્થ્ય સારું રહે તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વસ્થ ભારતના સ્વપ્ન ને સાકાર કરવાની દિશામાં એક મહત્વ પગલું છે. બાળકોને બેડ ટચ ગુડ ટચનું શિક્ષણ આપવા, શાળામાં દીકરીઓ માટે સ્વ રક્ષણની તાલીમ આપવા જણાવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં ટ્રાયબલ વિસ્તાર હોવાથી તે વિસ્તારમાં મહિલા અને બાળ વિકાસ પર વિશેષ ભાર મુકતા જણાવ્યુ કે, બાળકોના હિત અને અધિકારો માટે વિશેષ કાળજી લેવી. તમામ અધિકારીઓ ખુબ સારુ કામ કરો જ છો તે માટે સૌને અભિનંદન પાઠવુ છું, પરંતુ આ કામને સારુ નહિ શ્રેષ્ઠ કરો. બાળકો ભારતનુ ભાવિ છે. આ ભાવિને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવા માટે તમામ અધિકારીઓ સાથે મળી કામ કરે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ડો. રતન કંવર ગઢવીચારણ, જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ, ઇ.ચા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પાટીદાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી કિષ્ના વાઘેલા તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891