Thursday, January 2, 2025

ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન મહિલાની પેશાબની બન્ને નળીઓ કપાઈ ગઈ હોવાનું સીટીસ્કેન દરમિયાન સામે આવ્યું હતું..

*ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન મહિલાની પેશાબની બન્ને નળીઓ કપાઈ ગઈ હોવાનું સીટીસ્કેન દરમિયાન સામે આવ્યું હતું..*

 

*સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ત્રણ કલાકની ભારે જહેમત બાદ કિડનીની બન્ને નળીઓ રીપેર કરી પેશાબની થેલીમાં પ્રત્યારોપણ કરવાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું..*

 

પાલનપુર…

 

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ ગામના ૪૫ વર્ષીય મહિલા દર્દીને ગર્ભાશયની કોથળીમાં સમસ્યા હોવાથી ખાનગી હોસ્પિટલમાં ગર્ભાશયમાં કેન્સરની ગાંઠ અંગેનું ઓપરેશન કરાવ્યું હતું. મહિલા દર્દીના સગા દ્વારા જણાવ્યા અનુસાર ઓપરેશન પછી તેમણે પેશાબ ના આવવો અને પેટ ફૂલી જવાની સમસ્યા સર્જાઈ હતી. ત્યારબાદ તેમણે બહારની ખાનગી હોસ્પિટલમાં સીટી-સ્કેન કરાવતા જાણવા મળ્યું હતું કે ઓપરેશન દરમિયાન બન્ને બાજુની કિડનીની પેશાબની (યુરેટર) નળી કપાઈ ગઈ હતી. ત્યારબાદ તેમણે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે બન્ને બાજુની કિડનીમાં પીસીએન નળી નાંખવામાં આવી હતી. પરંતુ આ કાયમી ઉપાય ના હોવાથી દર્દીને બન્ને કિડનીની પેશાબની નળી કપાઈ ગઈ હતી. તે માટેનું ઓપરેશન સમજાવવામાં આવ્યું હતું પરંતુ દર્દીની આર્થિક પરિસ્થતિ સારી ના હોવાને લીધે ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું એ ગરીબ અને મધ્યમ પરિવારને પરવડે એમ ના હોવાથી પાલનપુર ખાતે આવેલી જનરલ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગ ખાતે ગત ૧૪ નવેમ્બરના રોજ લવાયા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા અગાઉના ખાનગી હોસ્પિટલના રિપોર્ટ તપાસ કર્યા બાદ જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે નવીન રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં લોહીની તપાસ સીટીસ્કેન સહિતના રિપોર્ટ કરી અગાઉ ખાનગી હોસ્પિટલ ખાતે કરવામાં આવેલા ઓપરેશનમાં મહિલા દર્દીને કિડનીની બન્ને બાજુની નળીઓ કપાઈ ગઈ હોવાનું સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલા સીટીસ્કેન દરમિયાન પણ સામે આવ્યું હતું.દૂરબીનથી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કિડનીની બંને નળી (યુરેટર) સંકોચાઈ ગઈ હતી અને તેમાં રહેલા કાપેલા અડધા ડીજેસ્ટેટના ટુકડા ઉપરની બાજુ સરકી ગયા હતા. આ બાબતની પરિવારને જાણ કરી પેશાબ માટે બન્ને બાજુની કિડનીમાં નળી(ડીજેસ્ટેટ) નાંખી મહિલા દર્દીને તૂટી ગયેલી બન્ને નળીઓનું જોડાણ પેશાબની થેલીમાં કરવાની ફરજ પડતાં યુરોલોજી વિભાગના હેડ ડો. સુનિલભાઈ જોશી તેમજ તેમની ટીમના ડો. સમીર મરેડિયા,ડો. અમૃત ચૌધરી ડો.અઇમાન પાયલા તેમજ એનેસ્થેસિયા ડૉક્ટર સહિતની ટીમ દ્વારા ત્રણ કલાકની ભારે જેહમત બાદ કપાયલી કિડનીની બન્ને નળીનું જોડાણ કરવામાં આવતા દર્દીને પીડા માંથી મુક્તિ મળતા મહિલા દર્દીએ હાશકારો અનુભવ્યો હતો. પરિવારે સિવિલ હોસ્પિટલ પરિવાર તેમજ નર્સિગ સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો. જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે બનાસના સાડા પાંચ લાખ પશુપાલકોના આર્થિક યોગદાન થકી નિર્માણ પામેલી પૂરા ભારતભરની એકમાત્ર જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે મેડીસીન, સર્જીકલ ,ઈ.એન.ટી સ્કીન,ડેન્ટલ તેમજ ઓર્થોપેડિક સહિતના વિભાગોમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમજ જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર અને મેડીકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે.ચૌધરીની દેખરેખ હેઠળ તમામ વિભાગોમાં ઉચ્ચકોટીની સારવાર સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે આપવામાં આવી રહી છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores