ઉના ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે રાહુલ ગાંધી નુ પૂતળા દહન કરવામાં આવ્યુ
લોકસભાના ચાલુ સત્ર દરમિયાન ગૃહમંત્રી અમિતભાઈ શાહ એ જે સ્ટેટમેન્ટ આપ્યું છે. તે વિપક્ષના લોકોએ તોડ મરોડ કરી અને ખોટું મીડિયામાં ચલાવવામાં આવેલ છે. તેમના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી સખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબ આંબેડકરના વિચારોની સાથે હર હંમેશ સાથે રહ્યા છે. અને સમગ્ર ભારત દેશમાં ઘણા સ્થળોએ બાબા સાહેબ આંબેડકરની યાદીમા પંચ મહાતીર્થો પણ ભાજપ સરકારે બનાવેલા છે. તેના અનુસંધાને આજરોજ ઉના નગરપાલિકા ભવન ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી. રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. અને રાહુલ ગાંધી હાય હાય, કોંગ્રેસ હાય હાય ના સૂત્રોચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ તકે ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ, નગરપાલિકાના પ્રમુખશ્રી પરેશભાઈ બાંભણીયા, નગરપાલિકા ના સદસ્યશ્રીઓ, વિવિધ સંગઠનના મોરચાના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના